SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નમુનો દેખીને નામ સાંભરે છે તે વિષે. ૭૫ મલનું લખવું તમામ જુદું છે. વળી જો નમુન દેખીને નામ સાંભરતું ન હોય તે પોતાના પિતાના વિરહે તેની મુર્તિ ઉપરથી તે યાદ કેમ આવે છે? વળી તમે હુંઢીઆઓ નરકનાં તથા દેવલોકનાં ચિત્ર પાનામાં કાઢેલાં બતાવે છો, તે જોઈને ભદ્રિકોને દુઃખને ત્રાસ કેમ ઉપજે છે? અને સુખની ઈચ્છા કેમ થાય છે? પરંતુ તમારું લખવું સ્વકપોલકલ્પિત છે, અને આ વાત ખરી જ છે કે પ્રભુની શાંત મુદ્રાવંત પ્રતિમા દેખીને ભવ્ય જીવોના વિષય કષાય ઉપરામ ભાવને પામી જાય છે, અને તેને પ્રણુમ, નમસ્કાર, પુજા પ્રમુખ કરવાથી ઘણું સુકૃતનો સંચય થાય છે. - વળી જે નિભવ લખે છે કે વિતરાગદેવને નમુન સાધુ, પશું પ્રતિમા નહિં તે રે! મુઢ કોઇ વિતરાગદેવને નમુનો સાધુ હોયજ નહિં, કારણ કે વિતરાગદેવ રાગ દેવ રહિત છે અને સાધુ રાગ દેવે કરીને યુક્ત છે. સાધુ ઓ , મુહપતિ, પાત્રા, ઝોળી, ૫લા વિગેરે ઉપગરણે કરીને સહીત છે, અને પ્રભુની પાસે તેમાંનું એકે ઉપગરણ નથી. વળી પ્રભુને ચામર વીંજાય છે, માથે છત્ર - રાય છે, પાછળ ભામંડળ રહે છે, ધર્મધ્વજ, ધર્મચક્ર પ્રભુની આગળ ચાલે છે, પ્રભુ રત્નજડીત સિંહાસન ઉપર બીરાજે છે, દેવદુંદુભી વાજે છે, દેવતાઓ જળ થળનાં ઉપજેલાં પુષ્પોની વણી કરે છે, ધ્વનિ પુરે છે, અશોકવૃક્ષથી છાયા કરે છે, પ્રભુને ચાલતી વખતે આગળ નવ કમળની રચના કરે છે વિગેરે અનેક અતિશયે કરીને યુક્ત તિ કર ભગવાન છે; અને સાધુઓની પાસે તે તેમનું કાંઈ હોતું નથી. તે જેઠમલજીએ સાધુને વિતરાગનો નમુનો ક્યાંથી હરાવ્યો છે? તે પ્રમાણે સાધુ વિતરાગને નમુનો નથી, પરંતુ પદ્માસન યુકા, જીનમુદ્રાવત, શાંત છીવંત, વિતરાગ સશ, જે અરિહતની પ્રતિમા તે તો તેનો નમુનો છે. અને સાધુનો નમુનો સાધુ, પણ જમાલમતિ, ગોશાળામતિ વિગેરે નહિં, એ વાત તે ખરી છે. જેમ હાલ વર્તમાન સમયમાં સાધુનો નમુનો પરંપરાગત સાધુ હોય છે તે તો ખરા, પણ હક છનાસાને ઉત્થાપક, શાળામતિ, જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy