SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર નિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે. દ૯ નિલેપ શુદ્ધ છે તેના નામ, સ્થાપના, તથા દ્રવ્ય વંદન પુજન યોગ્ય છે. પરંતુ જેને ભાવનિક્ષેપો જ અશુદ્ધ છે તેના નામ, સ્થાપના, તથા દ્રવ્ય અશુદ્ધજ છે, તો તે વંદન પુજન યોગ્ય નથી. તે માટે ગોશાળ તથા જમાલી વંદનીક નથી કારણ કે તેને ભાવનિક્ષેપો અશુદ્ધ છે. માટે રે ઢકો જેમ તમે જીનસાધુ નામ ધરાવો છો અને જૈન સાધુને કાંઈક લગતો વેવ પહેરો છો, પરંતુ તમોને સમકિતદષ્ટી શુદ્ધ પરંપરાવાળા શ્રાવકો માનતા નથી તેમજ જમાલી તથા ગોશાળાનું સમજી લેવું. વળી તમારા કુપથમાં પણ જેઓ ફસેલા છે. તિઓ ખરીવાત જાણે છે ત્યારે જમાલીના શિષ્યોની જેમ તમને છોડીને શુદ્ધ જૈનમને અંગિકાર કરે છે અને ફરીને તમારી સભુખ પણ જોતા નથી. ૧૦ મા પ્રશ્નમાં લખ્યું છે કે “જેમ મરેલા ભરતારની પ્રતિમા કરવાથી સ્ત્રીની કાંઈ પણ ગરજ સરતી નથી તિમ ઇનપતિમાથી પણ કાંઈ ગરજ સરતી નથી. માટે સ્થાપના નિક્ષેપ વંદનીક નથી. તેને ઉત્તર–જેમ કોઈ સ્ત્રીનો ભરતાર મરી ગયેલો હોય અને પછી તિજ સ્ત્રી આસન બીછાવીને પોતાના પતીનું નામ સંભાર્યો કરે છે તો પણ તેની ભોગ અથવા પુત્રોત્પત્તિની ગરજ સરતી નથી, તેમ તમારે કોને ચોવીશ તિર્થંકરોનો જાપ પણ ન કરવો જોઈએ, કારણ કે તેથી તમારા મત પ્રમાણે તમારી કાંઈ ગરજ સરવાની નથી. ધન્ય છે જેઠા મુઢમતિના લખાણને કે જે લખવાથી પોતે પોતાના પગ ઉપર કુહાડો માયો છે. એટલું જ નહિ, પણું આપેલું દષ્ટાંત જનપ્રતિમાને લાગુ પણ પડતું નથી. વળી જેઠમલજી કહે છે કે અવરૂપ સ્થાપનાથી શો ફાયદો થાય તેના ઉત્તરમાં જાણવું કે જેમ સંયમનું સાધન વસ્ત્ર પાત્રાદિક અછવ છે, પણ તિથી ચારિત્ર સંધાય છે, તેમજ જનપ્રતિમાની સ્થાપના તિ જ્ઞાનશુદ્ધિ તથા દર્શનશુદ્ધિ પ્રમુખની હેતુ થાય તો - આજ સમકતદષ્ટી છવને પ્રત્યક્ષ અનુભવ છે. વળી સુત્રમાં કહ્યું છે કે છોકરાઓ રતામાં લાકડાનો ઘોડો કરીને રમતા હોય ત્યાં સાધુ નીકળે તો જતા ઘોડો આઘો લે” એમ તિને ઘોડો કહીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy