SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર નિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે. ૬૭ અરિહંત હતા તિવા અમારા મનમાં કલ્પીને વંદના કરીએ છીએ તે તે સ્થાપના નિક્ષેપ છે અને સ્થાપના નિક્ષેપો તો તમારા કુમત ભાવને લીધે તમે માનતા નથી. હવે કહો કે એ તમારી વંદના કોને પહોચી? છેવટે આ વાતનું તાત્પર્ય એટલું જ કે તેને ૮ટકો અજ્ઞાનના ઉદયથી તેમજ દેવ બુદ્ધિથી ભાવ નિક્ષપા સિવાય બીજા નિપા વાંદવા કબુલ કરતા નથી પરંતુ વંદાય છે ખરા. વળી સ્થાપના અરિહંતને આનંદ શ્રાવક, અંબડ તાપસ, - હાસતી પદી, વગુર શ્રાવક, તથા પ્રભાવતી પ્રમુખ અનેક માવકોએ, અને ગામ, જંધાચારણ, વિદ્યાચારણુદિ અનેક મુનીઓ એ, તેમજ સુભ, અને વિજ્યાદિ અનેક દેવતાઓએ વંદના કરે છે તેના અધિકાર સુત્રોમાં પ્રસિદ્ધ છે. વળી શ્રી મહાનિસીય સુત્રમાં કહ્યું છે કે સાધુ પ્રતિમાને વંદના ન કરે તે પ્રાયશ્ચિત આવે. એવી રીતે નામ અને સ્થાપના વંદન કરવા યોગ્ય છે તે દ્રવ્ય અને ભાવ તે વંદનીકળેજ તેમાં શું આશ્ચર્ય! જે મંદ મતિ પહેલા તથા બીજા પ્રશ્નમાં લખે છે કે કુષ્ણને તથા શ્રેણીકને આવતી ચોવીશીમાં તિર્થંકર થવાનું જ્યારે ભગવતે કહ્યું ત્યારે તને દ્રવ્યજીને જાણીને કોઈએ કેમ વાંધા નહિ” એ લખવું તદન વિપરીત છે. કારણ કે તિ જગ્યાએ વાંદવા ન વાંદવાને અધિકાર નથી છતાં એ મતિ કલ્પના કરીને લખે છે કે કોઈએ વાંધા નથી તો એવું ક્યાં લખ્યું છે? તિ બતાવે ૩-૪-૫ મા પ્રશ્નનો ઉત્તર–મલીકમરી સ્ત્રીવેવમાં હતી તેથી તે વંદનીક નહિ; તેમજ તિની સ્ત્રીવેષની પ્રતિમા પણ વંદનીક નહિ. ૬ કા પ્રશ્નમાં જેઠા નિજ ભદ્રિકજીવોને ભુલાવાને લખ્યું છે કે “શ્રી સમવાયાંગ સુત્રમાં વર્તમાન ચોવીશ છનના નામ કહ્યા ત્યાં જે શબ્દ કહ્યો છે, કારણ કે તે ભાવનિક્ષેપે વંદનીક છે; અને અનાગત ચોવીશ જીનના નામ કહ્યા ત્યાં જે શબ્દ નથી કહ્યો કારણ કે તે દ્રવ્ય નિક્ષેપ છે તેથી વંદનીક નથી” આ લખવું તમામ અસત્ય છે; કારણકે શ્રીસમવાયાંગ સુત્રમાં વર્તમાન તથા અનાગત બને ચોવીશ છનના નામમાં વદે શબ્દ નથી પરંતુ તેણે મુઢે આવા ફેરફાર પાઠ નાંખીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy