________________
૨૪
શંકા-સમાધાન આવે તો પ્રભુજીનું કેશરહિત મસ્તક કેવી રીતે દેખાય ? માટે પ્રભુજીને મુકુટ બાર વાગ્યા પછી ચઢે એ યોગ્ય ગણાય છે. મુકુટવાળા જ પ્રતિમાજીના દર્શન કરવા જોઈએ એવો નિયમ નથી. મુકુટ બાર વાગ્યા પછી ચઢાવાય તો જેને શ્રમણ અવસ્થાનું ધ્યાન કરવું હોય તે ધ્યાન કરી શકે અને મસ્તકે પૂજા પણ કરી શકાય.
શંકા- ૬૧. જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલા ઘંટ વગાડાય કે પછી ?
સમાધાન- અન્ય દ્રવ્યોથી પૂજા કર્યા પછી નાદપૂજા રૂપ ઘંટ વગાડાય છે, એમ પૂજા કરનાર વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવે છે. તેથી પૂજામાં ફૂલ વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તરત ઘંટ વગાડાય છે. ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યા હોય તો સાથિયા વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તરત ઘંટ વગાડાય છે એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે તે તો હર્ષાવેશને સૂચવનાર લોકપ્રવાહમાં પડેલું છે પણ પરંપરાને અનુસરતું નથી. (એનપ્રશ્ન ૩-૭૭૮)
શંકા- ૬૨. મંગળદીવો કે આરતી કોઈ દિવસ ખાલી હાથે ન ઉતારાય એવો નિયમ છે ?
સમાધાન- મંગળદીવો કે આરતી ઉતારનાર પ્રભુભક્તિ માટે થાળીમાં પૈસા મૂકે છે પણ ખાલી હાથે ન જ ઉતારાય એવો નિયમ નથી.
શંકા- ૬૩. જિનમંદિરમાં સવારે સ્નાત્ર ભણાવ્યા પછી પ્રતિમા સમક્ષ આરતી થઈ રહી હોય ત્યારે કોઈથી પ્રતિમાની પૂજા વગેરે ન થાય એમ કોઈક માને છે તો આ બરાબર છે ?
સમાધાન- પ્રતિમા સમક્ષ આરતી થઈ રહી હોય ત્યારે કોઇથી પ્રતિમાની પૂજા વગેરે ન થાય એવો કોઈ શાસ્ત્રપાઠ જોવામાં આવ્યો નથી. આથી આવી માન્યતા બરાબર જણાતી નથી.
શંકા- ૬૪. દરેક દેરાસરમાં કોઈ પણ પ્રભુની સમક્ષ આદિનાથની જ આરતી ઉતારવામાં આવે છે. તેના બદલે જે મૂળનાયક હોય તેમનું અને તેમના માતા-પિતાનું નામ લઇને આરતી ઉતારાય કે નહિ ? જેમકે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org