________________
શંકા-સમાધાન
૨૫
જય જય આરતી વી૨ જિણંદા
સિદ્ધારથ-ત્રિશલાજીકા નંદા
ઇત્યાદિ ફેરફાર કરીને આરતી ઉતારાય કે નહિ ? સમાધાન– ‘જય જય આરતી આદિ જિણંદા' આટલો પાઠ કાયમ રાખીને એટલે સર્વપ્રથમ બોલીને પછી જો કોઇને તે રીતે નામ બદલીને બોલવાનું ફાવે તો વાંધા જેવું નથી પણ છપાવવામાં કે કંઠસ્થ કરવામાં તો જે પ્રમાણે છે તે પ્રમાણે જ હોવું જોઇએ. બોલવામાં ‘જય જય આરતી આદિ જિણંદા' આમ સર્વપ્રથમ બોલીને પછી જે મૂળનાયક હોય એ મુજબ ફેરફાર હજી કરી શકાય.
શંકા- ૬૫. જિનમંદિરમાં અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ આરતીમંગલદીવો કરાય છે. તો કેવલ મંગલદીવો થાય કે આરતી અને મંગલદીવો એ બંને કરવા પડે ?
સમાધાન સમય ન હોય, વગેરે કારણથી કેવલ મંગલ દીવો પણ થઇ શકે. પરમાત્માની ભક્તિ જેટલી કરીએ તેટલો લાભ જ છે. સામાન્ય રીતે બંને કરવાની પરંપરા જોવા મળે છે.
શંકા- ૬૬. આરતીની થાળીમાં મૂકેલા પૈસા કોને અપાય ? સમાધાન– આરતી ઉતારતી વખતે આરતી ઉતારનાર મહાનુભાવ ૫૨માત્માની ભક્તિ રૂપે પૈસા મૂકે છે, તેથી એ પૈસા દેવદ્રવ્યમાં જવા જોઇએ. સાંભળવા મુજબ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકના વહીવટમાં આ રીતે પૈસા દેવદ્રવ્ય ખાતે લઇ જવાય છે. આમ છતાં એ પૈસા દેવદ્રવ્યમાં લઇ જવામાં પૂજારીનું મન દુભાય, એવી શક્યતા હોય તો આ નિમિત્તે પૂજારીને વધારે પગાર આપીને આરતીના પૈસા દેવદ્રવ્યમાં લઇ જવા જોઇએ. પૂજારી રાખતા પૂર્વે જ આવી સ્પષ્ટતા થઇ જાય તો વાંધો ન આવે.
શંકા- ૬૭. દેશી ઘી મોંઘું હોવાથી અને શુદ્ધ મળતું ન હોવાથી દેરાસરમાં શુદ્ધ કોપરેલ તેલ વાપરી શકાય ? એ જ રીતે કેસર મોંઘું હોવાથી અને નકલી આવી જતું હોવાથી પ્રભુ પૂજા માટે હળદ૨પાવડરને સુખડમાં લસોટી તેનું મિશ્રણ વાપરી શકાય ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org