________________
શંકા-સમાધાન
૨૩
હેતુહિંસા, સ્વરૂપહિંસા અને અનુબંધહિંસા એમ હિંસાના ત્રણ પ્રકારો ગુરુની પાસેથી સમજી લેવાની જરૂર છે.
શંકા- ૫૮. પ્રભુની અંગરચના માટે સામગ્રીનો નકરો તથા આંગી કરવાનો નકરો, એના નકરા તરીકે જે રકમ રાખેલ હોય, તે રકમ કયા ખાતે લઈ જવાય. દેવદ્રવ્ય ખાતે કે દેવકું સાધારણમાં ચાલે ?
સમાધાન- પ્રભુજીની અંગરચના માટે સામગ્રીનો નકરો તથા આંગી કરવાનો નકરો, એમાં નકરા તરીકે રાખેલી રકમ જો આ રકમ અંગરચના માટે જ વાપરવી એવો દૃઢ સંકલ્પ કર્યો હોય, તો તેમાં જ વાપરી શકાય. જો દઢ સંકલ્પ ન કર્યો હોય, સામાન્યથી વિચાર કર્યો હોય તો દેવકું સાધારણમાં ચાલે. અહી દેવકું સાધારણ એટલે કોઇપણ પ્રકારની દેવભક્તિ સમજવી. પૂજારીને પગાર આપવામાં આ રકમ ન ચાલે.
શંકા- પ૯. ભગવાનને ચઢાવેલાં પુષ્પો ઉતારી સાથે ભેગા કરવામાં આવે છે. પછી આંગી ચઢાવતી વખતે પુષ્પો એકબીજા ભગવાનને ચઢે છે. આ યોગ્ય છે ?
સમાધાન– બધા ભગવાન ગુણોની દષ્ટિએ સમાન હોવાથી ભગવાનને ચઢાવેલાં પુષ્પો ઉતાર્યા પછી આંગી ચઢાવતી વખતે એક-બીજા ભગવાનને ચઢે તેમાં બાધ નથી. આમ છતાં મૂળનાયકને વધારે સારા હોય તેવાં પુષ્પો ચઢાવવા જોઈએ.
શંકા- ૬૦. પ્રભુજીના મસ્તક ઉપર પૂજા થઈ શકે એ માટે કાર્યકર્તાઓ બપોરે બાર વાગ્યા પછી પ્રભુજીને મુકુટ ચઢાવે છે. તેથી બાર વાગ્યા સુધી મુકુટ વગર પ્રતિમાજીના દર્શન કરવા પડે છે. મુકુટ વિષે શાસ્ત્રીય વિધાન શું છે ?
સમાધાન પૂજાના સમયે પ્રભુની છબસ્થ, કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાઓ ધારવાનું(=ચિંતવવાનું) કહ્યું છે. છબસ્થ અવસ્થાના જન્મ, રાજય અને શ્રમણ એમ ત્રણ પ્રકાર છે. તેમાં પ્રભુજીના કેશરહિત મુખ અને મસ્તકને જોઈને શ્રમણ અવસ્થાનું ધ્યાન કરવાનું કહ્યું છે. હવે જો પ્રભુજીને વહેલો મુકુટ ચઢાવી દેવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org