________________
૨ ૨
શંકા-સમાધાન શંકા- ૫૭. પર્યુષણ પર્વમાં ભગવાનની આંગીમાં સાંજે ફૂલો વપરાય છે તે યોગ્ય છે ?
સમાધાન– શ્રાવકે દરરોજ પરમાત્મભક્તિ કરવી જોઇએ તેમાં પણ પર્વ દિવસોમાં વિશેષ પરમાત્મભક્તિ કરવી જોઇએ. પર્યુષણ મહાપર્વમાં તો સર્વ પવથી વિશેષ પરમાત્મભક્તિ કરવી જોઇએ. પરમાત્મભક્તિના અનેક પ્રકારો છે. તેમાં પુષ્પપૂજા પણ પરમાત્મભક્તિનો એક પ્રકાર છે. દેવો પણ પુષ્પપૂજાથી પરમાત્મભક્તિ કરે છે. રાજપ્રશ્રીય આગમમાં જિનપ્રતિમાની આગળ પુષ્પકુંજ કરવાનો ઉલ્લેખ છે. સંઘ સાથે શત્રુંજય પહોંચ્યા ત્યારે ઝાંઝણે ૩ ક્રોડ સુગંધી ફૂલોથી દાદાની પૂજા કરી હતી. (રત્નસંચય પુસ્તક પૃષ્ઠ ૪૭)
આમ આંગીમાં સાંજે ફૂલો વપરાય છે તે યોગ્ય છે. હવે એ પ્રશ્ન થાય કે બીજા દિવસોમાં ફૂલો વપરાય, પણ પર્યુષણ જેવા પર્વમાં કેમ વપરાય ? આ અંગે જણાવવાનું કે પર્યુષણ પર્વમાં શ્રાવકે પોતે પોતાના જીવનમાં જીવહિંસા જેમ ઓછી થાય તેમ જીવન જીવવું જોઇએ. એ માટે પુષ્પો વગેરેનો ત્યાગ કરવો જોઇએ. પણ પરમાત્મભક્તિ માટે તો પુષ્પ વગેરેનો ઉપયોગ કરી શકાય. પર્યુષણમાં પોતે ફળો ન વાપરે પણ મંદિરમાં પ્રભુજીને ફળો ધરે. પોતે મીઠાઈ ન વાપરે પણ પ્રભુજીને મીઠાઈ ધરે. પોતે અલંકારો પહેરવા વગેરેનો ત્યાગ કરે પણ પરમાત્માને અલંકારો પહેરાવે= અલંકારપૂજા કરે કરાવે. એ જ રીતે પોતે પુષ્પોનો ત્યાગ કરે પણ પરમાત્માની પુષ્પોથી અંગરચના કરે, પોતે પુષ્પ વગેરે વાપરે તેમાં રાગ પોષાય અને પ્રભુજીને પુષ્પો વગેરે ચઢાવે તેમાં ત્યાગ-વિરાગ પોષાય. આમ પર્યુષણ પર્વમાં ભગવાનની આંગીમાં સાંજે ફૂલો વપરાય તે યોગ્ય છે. યતનાપૂર્વક કરાતી પરમાત્મભક્તિમાં થતી હિંસા સ્વરૂપહિંસા છે અને પરિણામે જીવનમાં અહિંસાને લાવનારી છે. જેને પ્રભુની પુષ્પપૂજામાં હિંસાનો ભય રહેતો હોય તેમણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org