________________
૨૧૨
શંકા-સમાધાન ભોંયકોળાને(=જમીનમાં થનારા કોળાને) વિદારિકંદ કહેવામાં આવે છે. આ વિદારિકંદ મોટાભાગે ઔષધ તરીકે વપરાય છે. એથી ઔષધમાં વપરાતું વિદારિકંદ(=વિદારિકંદના સૂકા પાવડરને) આદુમાંથી થનાર ચૂંઠની જેમ અભક્ષ્ય ન ગણવું જોઈએ. શંકા- ૪૮૮. લીલોતરીનો ત્યાગ ક્યારે કરવો જોઇએ ?
સમાધાન- કેટલાક મહાનુભાવો લીલોતરી વાપરવાથી આસક્તિનું પોષણ વગેરે દોષો લાગે છે એમ વિચારીને જીવનપર્યત લીલોતરીનો ત્યાગ કરે છે. કેટલાક મહાનુભાવો દરેક મહિનાની બાર પર્વતિથિઓમાં અને છ અઠ્ઠાઇમાં લીલોતરીનો ત્યાગ કરે છે. આટલું પણ જેમનાથી ન થઈ શકે તેમણે દરેક મહિનાની બે આઠમ બે ચૌદશ અને સુદ પાંચમ એ પાંચ તિથિ તથા ચૈત્ર-આસો માસની બે શાશ્વતી અઠ્ઠાઇઓ અને પર્યુષણ પર્વની અઠ્ઠાઈ એમ ત્રણ અઠ્ઠાઇઓમાં લીલોતરીનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. દરેક જૈનના ઘરમાં આ દિવસોમાં લીલોતરીનો અવશ્ય ત્યાગ થવો જોઇએ તથા સંઘજમણ આદિ સામુદાયિક ભોજનમાં પણ આ દિવસોમાં લીલોતરીનો ત્યાગ હોવો જોઇએ. લીલોતરીનો વધારે ત્યાગ ન થઈ શકે તો ચૈત્ર-આસો માસની અને પર્યુષણાપર્વની એ ત્રણ અઠ્ઠાઇઓમાં અને દરેક મહિનાની બે આઠમ-ચૌદસ અને સુદ પાંચમ એ પાંચ તિથિઓમાં લીલોતરીનો ત્યાગ કરવાથી આત્માનું હિત થવા સાથે શરીરને પણ લાભ થાય છે. કારણ કે આયુર્વેદશાસ્ત્ર શાક ઓછા ખાવાનું કહે છે. આયુર્વેદ શાસ્ત્રમાં પ્રશ્ન કર્યો કે જોડત્રકોણ નીરોગી રહે? એના જવાબમાં કહ્યું કે હિતમુ મિતમુ-કશીકપુ=જે માણસ હિતકાર અને પરિમિત આહાર વાપરે અને શાક ઓછા ખાય એ નિરોગી રહે છે. ઉક્ત દિવસોમાં લીલોતરીનો ત્યાગ કરવાથી શાકનું પ્રમાણ પરિમિત રહે.
લીલોતરી શબ્દથી ઘણા શ્રાવક-શ્રાવિકાઓ માત્ર લીલાં શાકભાજી સમજતા હોય છે. લીલાં શાકભાજી તો લીલોતરી છે જ, કિંતુ સર્વ પ્રકારનાં કાચાં-પાકાં ફળો પણ લીલોતરી જ છે. એટલે જે દિવસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org