________________
શંકા-સમાધાન
૨૧૩
લીલોતરી ન વપરાય તે દિવસે ફળો પણ ન વપરાય. કાચાં-પાકાં કેળાં, કાચી-પાકી કેરી વગેરે લીલોતરી જ ગણાય.
શંકા-૪૮૯. લીલીભાજી વગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે સૂકવણી થાય ?
સમાધાન- લીલીભાજી વગેરે સૂર્યના તાપમાં મૂકવાથી ત્રણ દિવસે સૂકવણી થાય અને સૂર્યના તાપ વિના તો જ્યારે પોતાની મેળે સુકાઈ જાય, ત્યારે સૂકવણી થાય. આમાં દિવસની સંખ્યાનું નિયતપણું નથી (સેનપ્રશ્ન પ્ર.૩૨૮( સૂકવણીની ભાજીનો ચોમાસામાં ઉપયોગ કરવો હોય તો બહુ કાળજી રાખવી જોઇએ. કારણ કે બરાબર ન રાખેલી હોય તો ભેજના કારણે તેમાં જીવોત્પત્તિની સંભાવના રહે છે. આથી ચોમાસામાં ભાજીની આવી સૂકવણીનો ઉપયોગ કરવા કરતા એના સ્થાને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય.)
શંકા- ૪૯૦. લીલી કે સુકવેલી ગુવારફળી કાચા ગોરસની સાથે લેવાથી દ્વિદળ થાય કે નહિ ?
સમાધાન– દ્વિદળ થાય. ગુવારફળી કઠોળમાં ગણાય, એવો ઉલ્લેખ “સેન પ્રશ્ન” (૨-૩૨૭)માં છે.
શંકા- ૪૯૧. કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ગણાય?
સમાધાન- મૂળાની મોગરી અભક્ષ્ય છે. તે સિવાયની કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ન ગણાય.
શંકા- ૪૯૨. પાઇનેપલના પાપડ વાપરી શકાય ? સમાધાન– પાઈનેપલના (પાઈનેપલનો રસ નાખીને બનાવેલા) પાપડ વાપરવામાં બાધ જણાતો નથી.
શંકા-૪૯૩. દૂધીનો હલવો વનસ્પતિના ત્યાગવાળાને ચાલે કે નહિ? સમાધાન ન ચાલે. શંકા- ૪૯૪. પાકી આંબલી સૂકવણીમાં ગણાય કે લીલોતરીમાં? સમાધાન–પાકી આંબલી સૂકવણીમાં ગણાય પણ લીલોતરીમાં નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org