________________
શંકા-સમાધાન
૨૦૭ શંકા- ૪૬૪. નવપ્રસૂતા ગાય આદિ સંબંધિત દૂધ અને બળી ક્યારે ભક્ષ્ય બને ?
સમાધાન નવી વિયાયેલી ગાય, બકરી અને ભેંસનું દૂધ અનુક્રમે પાંચ, આઠ અને દશ દિવસ પછી ભક્ષ્ય બને. ગાય વગેરેની બળી ત્રણ દિવસ પછી ભણ્ય થાય. (લઘુ પ્રવ. સા.ગા. ૯૫). શંકા- ૪૬૫. વાસી દૂધની ચા ખપે કે નહિ ?
સમાધાન– દૂધ બીજા દિવસે વાસી બને. ગાય-ભેંસનું રાત વીતેલું દૂધ અને ડેરીનું દૂધ એ બંને પ્રકારનું દૂધ વાસી હોવાથી અભક્ષ્ય છે. એ દૂધ ચામાં નાખતાં જ જીવોનો નાશ થાય છે. આથી વાપરતી વખતે ચા અભક્ષ્ય નથી. આમ છતાં શ્રાવકોએ આવી ચા ન વાપરવી જોઈએ. ચાલે તેમ ન હોય એથી આવી ચા વાપરવી પડે તો પણ ચામાં અભક્ષ્ય દૂધ નાખવાથી જીવનો વિનાશ કરવાના કારણે એટલા અંશમાં વાસી ભક્ષણનો દોષ લાગે જ, આવી ચા સાધુઓ માટે ન બનાવી હોય તો સાધુ માટે નિર્દોષ છે. સાધુઓને ૪૨ દોષોથી રહિત અચિત્ત વસ્તુ કથ્ય છે. આમ છતાં ગૃહસ્થોને ખ્યાલ આવે કે આવી ચા અમારાથી ન વપરાય, એ માટે શક્ય હોય તો સાધુઓએ આવી ચા ન વહોરવી-વાપરવી જોઇએ..
શંકા-૪૬૬. છાશમાં બનાવેલા થેપલા બીજે દિવસે ચાલે કે નહિ?
સમાધાન- સૂર્યોદય બાદ બનાવ્યા હોય તો બીજે દિવસે ચાલે, પણ સૂર્યોદય પહેલાં બનાવ્યા હોય તો ન ચાલે. કારણ કે આના માટે એવો નિયમ છે કે બે રાતનું ઉલ્લંઘન ન થવું જોઈએ. સૂર્યોદય પહેલાં બનાવે તો એક રાત થઈ ગઈ. બીજા દિવસે બે રાતનું ઉલ્લંઘન થઈ જાય.
શંકા- ૪૬૭. ગરમ દહીંમાં સુકી કે લીલી મેથી નાંખી બનાવેલા થેપલા બીજે દિવસે વાપરવા ખપે ?
સમાધાન– જેમાં સુકી કે લીલી મેથી નાંખી હોય, તેવા દહીંમાં બનાવેલા થેપલા બીજા દિવસે ન ખપે. કેમકે મેથી ધાન્ય હોવાથી વાસી બને. થેપલાનો લોટ પણ ધાન્યમાંથી જ બનેલો હોય છે. તોપણ તેમાં દહીં છાશની ખટાશ એકરૂપ બની જાય છે. તેથી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org