________________
૨૦૮
શંકા-સમાધાન
વાસી ન બને, પણ મેથી નાંખી હોય તો વાસી બને. કારણ મેથી સાથે ખટાશ એકમેક નથી થતી.
શંકા— ૪૬૮. થેપલા બીજે દિવસે ખપે ન ખપે, એમાં મુખ્ય કારણ કયું છે ?
સમાધાન– આમાં મુખ્ય હેતુ ખટાશ છે. ખટાશ જો થેપલા સાથે એકમેક થઇ જાય, તો બીજા દિવસે થેપલા ખપે, એકમેક ન થાય, તો ન ખપે. થેપલાનો લોટ ધાન્યરૂપ છે. એમ મેથી પણ ધાન્યરૂપ છે. પરંતુ લોટમાં દહીંની ખટાશ જે રીતે ભળી જાય છે, મેથીમાં તે રીતે ભળતી નથી. માટે મેથીના થેપલા બીજે દિવસે ન ખપે. પરંતુ મેથીને લોટ જેવી બનાવીને જો થેપલા બનાવાયા હોય તો તેમાં ખટાશ ભળી જવાથી બીજે દિવસે ખપે. આવા થેપલા વાસી ન ગણાય. શંકા- ૪૬૯. કમરખ ફળ વપરાય ?
સમાધાન– વપરાય. કમરખ એક જાતનું આશરે ૨૫ ફૂટ ઊંચું થતું ફળઝાડ છે. તેને સુંદર ગુલાબી ફૂલ અને ફિક્કા જાંબૂડા રંગનાં લાંબા ને ત્રણ ચાર ધારવાળાં ફળ આવે છે. તેની મીઠી અને ખાટી એમ બે જાત છે. બારે માસ પાકતાં ખટમધૂરાં આ ફળનું અથાણું અને મુરબ્બો થાય, ખોરાકમાં ખવાય છે અને તેનું શરબત પણ બને છે. શંકા- ૪૭૦. શિંગોડા ભક્ષ્ય કે અભક્ષ્ય ? સમાધાન– શિંગોડા અભક્ષ્ય નથી.
શંકા- ૪૭૧. શિંગોડા બારે માસ ખપે ?
સમાધાન– શિંગોડા અભક્ષ્ય નથી. આથી બારે માસ ખપે. આમ છતાં વરસાદના દિવસોમાં તેના પડ ઉપર નિગોદ થવાની શક્યતા રહે. માટે વર્ષાઋતુના દિવસોમાં ન વાપરવા જોઇએ.
શંકા- ૪૭૨. શીંગોડામાં કેટલા જીવો હોય ?
સમાધાન– શીંગોડામાં બે જીવો હોય.
શંકા— ૪૭૩. આર્દ્રા નક્ષત્રથી શું અભક્ષ્ય બને છે ? સમાધાન આર્દ્રા નક્ષત્રથી કેરી અને રાયણ અભક્ષ્ય બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org