________________
શંકા-સમાધાન
શંકા- ૪૫૮. આજનું મેળવેલું દહીં આજે વાપરવાથી કાચા ગર્ભને ખાવા જેવું પાપ લાગે, એમ કોઇક સાધ્વીજીઓ કહે છે, એવું જાણવામાં આવ્યું છે. તો સત્ય શું ?
૨૦૬
સમાધાન ના, આ સાચું નથી. દહીં બરાબર જામી જાય અને દહીંનો સ્વાદ આવતો હોય તો આજનું મેળવેલું દહીં પણ ખપી શકે. શંકા- ૪૫૯. ગરમ કરેલી છાશ કેટલા દિવસ કલ્પે ?
સમાધાન– ગરમ કરેલી છાશ બે રાત વીતી ગયા પછી ન કલ્પે. શંકા- ૪૬૦. મીઠું નાખેલી છાશ કેટલા દિવસ કલ્પે ? સમાધાન– મીઠું નાખેલી છાશ બે રાત વીતી ગયા પછી ન કલ્પે. શંકા- ૪૬૧. બે દિવસના દહીંની છાશ કેટલા દિવસ કલ્પે ? સમાધાન બે દિવસના દહીંની છાશ જો બીજી રાતના સૂર્યોદય બાદ બનાવી હોય તો ન કલ્પે. જો સૂર્યોદય પહેલાં બનાવી હોય તો એ જ દિવસે કલ્પે, બીજા દિવસે ન કલ્પે. કારણ કે બે રાત વીતી ગયેલી છાશ અભક્ષ્ય બને. સૂર્યોદયની પહેલાં બનાવી હોવાથી સૂર્યોદય પહેલાંની એક રાત ગણાય અને તે દિવસની રાત પસાર થયા પછી બે રાત વીતી ગણાય.
શંકા- ૪૬૨. જેમ દહીં બે રાત વીત્યા પછી અભક્ષ્ય થઇ જાય છે તેમ છાશ માટે શો નિયમ છે ?
સમાધાન– છાશ પણ બે રાત વીત્યા પછી અભક્ષ્ય બને છે. ભક્ષ્ય દહીંની સોમવારે સૂર્યોદય પછી બનાવેલી છાશ મંગળવાર સુધી ખપી શકે.
શંકા ૪૬૩. કાચી છાશ વગેરે સાથે દ્વિદળ (કઠોળ)નો સંયોગ થાય તો તેમાં કયા જીવો ઉત્પન્ન થાય છે ?
સમાધાન– છાશ વગેરે સાથે દ્વિદળ (કઠોળ)નો સંયોગ થાય તો તેમાં ત્રસજીવો ઉત્પન્ન થાય, એમ શ્રાદ્ધ પ્રતિક્રમણ (વંદિત્તુ) સૂત્રની ટીકામાં કહ્યું છે, તે ત્રસ જીવો બેઇન્દ્રિય સંભવે છે, એ જીવો બેઇન્દ્રિય હોવા છતાં એટલા બધા સૂક્ષ્મ હોય છે કે જેથી ચર્મચક્ષુથી ગ્રાહ્ય થતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org