________________
શંકા-સમાધાન
૨૦૫ દહીંને પણ અભક્ષ્ય કહ્યું હોત. દૂધમાં મેળવણ નાખ્યા પછી અંતમુહૂર્તમાં એમાં જીવોત્પત્તિ થાય. (આથી જ સાધુની ભૂલથી દૂધમાં દહીંના-છાશના છાંટા પડી ગયા હોય તો તે દૂધ બે ઘડી પહેલાં વાપરી નાખવાનો પ્રસંગ બન્યો છે.) પછી જ્યાં સુધી દહીં બરોબર જામે નહિ ત્યાં સુધી એમાં જીવો હોય. બરોબર જામી ગયા પછી તેમાં જીવો ન હોય. આથી સંભવ છે કે ડૉકટરો જેને બેકટેરિયા કહે છે તે આ જંતુઓ હોય. માઈક્રોસ્કોપથી તેમાં જીવો દેખાય એવી એમની માન્યતાના આધારે એ જીવો બેઈન્દ્રિય હોય એવો સંભવ છે. બાકી જ્ઞાનીના વચન વિના આ વિષે નિશ્ચિત રૂપે કંઈ કહી શકાય નહિ.
શંકા– ૪૫૫. દહીંને કુકરમાં રાખી ૩ સીટી વાગે ત્યાં સુધી ગરમ કર્યું હોય, તો તેવું ગરમ દહીં કઠોળ સાથે ચાલે ? આજે ગરમ કરેલું દહીં બીજા દિવસે ચાલે ? જો ચાલે તો ગઈકાલનું ગરમ કરેલું આજે વાપરીએ તો તેમાં વિદળ દોષ લાગે ?
સમાધાન- કુકરમાં ૩ સીટીથી ગરમ કરેલું દહીં કઠોળ સાથે ચાલે. આજે ગરમ કરેલું દહીં જો બે રાતનું ઉલ્લંઘન ન થતું હોય તો બીજા દિવસે ચાલે. ગઈ કાલનું ગરમ કરેલું દહીં આજે વાપરવામાં વિદળ દોષ ન લાગે.
શંકા- ૪૫૬. શ્રીખંડ કરવા માટે દહીં આગલા દિવસે કપડામાં બાંધે તો એ બીજે દિવસે ખપે ?
સમાધાન– જે દિવસે દહીં બનાવ્યું હોય (અર્થાત્ જે દિવસે સવારે દહીં જમાવ્યું હોય અને સાંજે) તે જ દિવસે દહીં કપડામાં બાંધીને રાત્રે રાખ્યું હોય, તો તેનો શ્રીખંડ બીજે દિવસે ખપે. કારણ કે એમાં ખટાશનો અંશ રહેલો છે પણ શ્રીખંડ બન્યા પછી બીજા દિવસે ન ખપે.
શંકા- ૪૫૭. દહીંના વલોણાનો ઘોળ વસ્ત્રથી ગાળ્યો હોય તો વિગઈ ગણાય કે નિવિયાતું ગણાય ?
સમાધાન– દહીંના વલોણાનો ઘોળ વસ્ત્રથી ગાળ્યો હોય અથવા તેમાં મીઠું નાખ્યું હોય તો નિવિયાતું ગણાય અને તેવું ન હોય તો વિગઈ કહેવાય. (એનપ્રશ્ન બીજો ઉલ્લાસ પ્ર.૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org