________________
૨૦૦
શંકા-સમાધાન
સમાધાન– ક્ષાર (મીઠું) નાંખીને બનાવેલું લીંબુનું અથાણું ત્રણ તડકે સૂકવ્યા વિના પણ ખપી શકે. કારણકે આવા લીંબુમાં વર્ણ, ગંધ, રસ વગેરે ફરી જાય છે. (એનપ્રશ્ન ઉ.૧ પ્ર.૮૭)
શંકા- ૪૩૭. લીલા મરચા આદિને તેલમાં સીઝવે અને તેમાં પાણીનો છાંટો ન નાંખે તથા ખટાશ ખાતર તેમાં લીંબુનો રસ નાંખે તો તે મરચા આદિ બીજા દિવસે ખપે કે નહિ ? ખપે તો કેટલા દિવસ સુધી ખપી શકે ?
સમાધાન- આવા મરચા આદિ ત્રણ દિવસ સુધી ખટાશ આવવાના કારણે ખપે.
શંકા- ૪૩૮. મીઠામાં નાંખેલા કેર વગેરેને તડકે મૂક્યા પછી તેલ વગેરેમાં નાંખ્યા હોય, તો સંધાન (બોળ) થાય કે નહિ ?
સમાધાન- આનું સમાધાન સેનપ્રશ્ન ગ્રંથમાં અક્ષરશઃ નીચે પ્રમાણે જણાવેલું છે. ક્ષારમાં નાંખેલા કેર વગેરેને ત્રણ દિવસ તાપમાં સૂકવીને પછી તેલ વગેરેમાં નાંખવામાં આવ્યા હોય તો સંધાન એટલે બોળ ન થાય. એમ પરમગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા પાસે સાંભળ્યું નથી પણ ઉલટું સંભવે છે કે સારમાં નાંખેલ કેર વગેરેમાં રહેલું જલ ત્રણ દિવસ તડકે નાંખતાં જો સૂકાય નહિ તો સંધાન થાય છે એટલે અભક્ષ્ય હોય છે. (સેનપ્રશ્ન ઉલ્લાસ-૩ પ્ર.૧૧૧)
શંકા- ૪૩૯. કાળી સૂકી દ્રાક્ષ બારેમાસ વપરાય ? તેના બી અચિત્ત ગણાય ?
સમાધાન– કાળી સૂકી દ્રાક્ષ પણ બીવાળી અને બી વગરની એમ બે પ્રકારની હોય છે. બી વગરની કે બીવાળી કાળી દ્રાક્ષ બારેમાસ વાપરી શકાય એમ કેટલાક માને છે. કેટલાક ચાતુર્માસ સિવાય આઠ મહિના વાપરી શકાય એમ માને છે. બીવાળી દ્રાક્ષ જયારે પણ વાપરવી હોય, ત્યારે બી કાઢ્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય.
શંકા- ૪૪૦. કાજુકતરીનો કાળ ગણવો જરૂરી છે ? સમાધાન કાજુકતરી મીઠાઈ હોવાથી તેનો કાળ ગણવો જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org