________________
શંકા-સમાધાન
૨૦૧
શંકા- ૪૪૧. ફા.સુ.૧૪ ના દિવસે કાજુ ઘીમાં બરાબર સાંતળી નાંખ્યા હોય તો કેટલા દિવસ ખપે ?
સમાધાન- મીઠાઇના કાળની જેમ ૨૦ દિવસ ચાલે.
શંકા– ૪૪૨. ચોમાસામાં ઇલાયચી જે દિવેસ ફોડી હોય એ જ દિવસે ખપે કે વધારે દિવસો સુધી પણ ખપે ?
સમાધાન– ચોમાસામાં ઇલાયચી જે દિવસે ફોડી હોય તે દિવસથી જયાં સુધી બગડે નહિ ત્યાં સુધી ખપી શકે.
શંકા- ૪૪૩. ઓસાવેલ ટોપરાના ગોળા કે વાટકી( ગોળાના બે ટુકડા) આદિ ચાતુર્માસમાં ખપી શકે કે નહિ? ફુદીન ખપે કે નહિ?
સમાધાન– ખપી શકે. આમ છતાં તે ટોપરાના ગોળામાં બરાબર નિરીક્ષણ કરી લેવું કે નિગોદ થઈ છે કે નહિ ? જો નિગોદ થઈ હોય તો જયાં સુધી નિગોદ લીલી હોય ત્યાં સુધી ન ખપે. નિગોદ એકદમ સૂકાઈ ગયેલી હોય તો ખપે. ફુદીનો ચાતુર્માસમાં અભક્ષ્ય નથી, બારેમાસ ભક્ષ્ય છે.
શંકા- ૪૪૪. ખજૂરના ઠળિયા સાધુની સામે જ કાઢયા હોય તો ખજૂર લેવાય? સચિત્તનો સંઘટ્ટો થયો ગણાય? ઠળિયા કાઢ્યા પછી બે ઘડી પછી જ વપરાય કે એ પહેલાં પણ ?
સમાધાન– ખજૂરના ઠળિયા સાધુની સામે જ કાઢે તેમાં સાધુને વહોરાવવાનો ઉદ્દેશ હોય. એથી સાધુને વહોરાવવા ઠળિયા કાઢ્યા ગણાય. સાધુને વહોરાવ્યા પછી ગૃહસ્થ ઠળિયા ગમે ત્યાં નાખી દે તેથી સાધુને પશ્ચાત્કર્મ દોષ લાગે. તેથી ખજૂરના ઠળિયા સાધુની સામે જ કાઢે, તો તે ખજૂર ન લેવાય. પણ સચિત્તનો સંઘટ્ટો થયો ન ગણાય. કારણ કે ખજૂરના ઠળિયા અચિત્ત છે. ઠળિયા કાઢ્યા પછી બે ઘડી પછી જ વપરાય એવો નિયમ નથી. કારણ કે ઠળિયા સહિત ખજૂર અચિત્ત છે. બે ઘડીનો નિયમ સચિત્ત વસ્તુ માટે છે.
આ અંગે ધર્મસંગ્રહ ગ્રંથમાં ભોગોપભોગ વિરમણ વ્રતના વર્ણનમાં નીચે મુજબ પાઠ છે- સો યોજન ઉપરાંત દૂર-પરદેશથી આવેલા હરડે-ખારેક, કીસમીસ (સૂકી સફેદ દ્રાક્ષ), કાળી દ્રાક્ષ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org