________________
શંકા-સમાધાન
૧૯૯ બહાર ફેંકી દેવામાં આવે છે. આ કૂચા સડે છે. તેની દુર્ગધ આવે છે અને તેમાં જીવાત પણ પડે છે. શંકા- ૪૩૨. ટામેટાનો સોસ કેટલા દિ’ સુધી ચાલે ? સમાધાન- ટામેટાનો સોસ એ જ દિવસે ખપી શકે, બીજા દિવસે ન ખપે.
શંકા-૪૩૩. લઘુ પ્રવચન સારોદ્ધારમાં પુગ=સોપારી, નાળિયેર એ પદાર્થો વિધ્વસ્ત યોનિવાળા થયા હોય છતાં પણ અનાચીણું સમજવાવાપરી શકાય નહિ એવા જાણવા. (ગા.૭૮) એમ લખ્યું છે તો નાળિયેર અનાચીર્ણ છે? વર્તમાનમાં લેવાય છે, તો લેવાય કે નહિ?
સમાધાન– આશીર્ણ પણ વસ્તુ ક્યારેક અનાચીર્ણ બની જાય. અનાચીર્ણ પણ ક્યારેક આચીર્ણ બની જાય. જેમકે- બૃહત્કલ્પ ઉ.૧ ગા. ૧૭૪ ની ટીકામાં ખજૂરને અનાચીર્ણ કહી છે પણ વર્તમાનમાં આશીર્ણ બની ગઇ છે. આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં ખાંડ અષાઢ સુદ ૧૪ થી આસો સુદ ૧૦ સુધી અનાચીર્ણ હતી. આજે અનાચીર્ણ નથી. એ જ પ્રમાણે નાળિયેર (ગોટા) અંગે પણ સમજવું. શંકા- ૪૩૪. લીલા નાળિયેરનું ટોપરું ફળમાં ગણાય કે મેવામાં? સમાધાન- ફળમાં ગણાય, મેવામાં નહિ. શંકા- ૪૩૫. શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ કયા કારણથી ગણવામાં આવે છે ? બીજના કારણે હોય તો બીજ નગણ્ય છે. કારણ કે એકલું બીજ ઊગતું નથી.
સમાધાન– શ્રીફળ સચિત્ત હોવાથી જ સચિત્તત્યાગી સાધક શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ બાદ વાપરી શકે. આખું શ્રીફળ વાવવાથી ઊગે છે એમ તેના જાણકારો પાસેથી મારા જાણવામાં આવ્યું છે. જો સચિત્ત ન હોય તો ન ઊગે. શ્રીફળ સુકાઈ ગયા પછી એનો ગોટો કાઢી નાખવામાં આવે તો એ ગોટો અચિત્ત છે. લીલા નાળિયેરનું પાણી પણ સચિત્ત છે એમ શ્રાદ્ધવિધિ ગ્રંથના આધારે જાણી શકાય છે.
શંકા- ૪૩૬. કેવી રીતે બનાવેલું લીંબુનું અથાણું શ્રાવકોને ખપી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org