________________
૧૯૮
શંકા-સમાધાન
હલનચલન માઇક્રોસ્કોપ વડે જોઇ શકાય છે. આ જીવાણુઓ આંખના પલકારામાં વધી જતા હોય છે. આ જીવાણુઓનો ખોરાક ગળપણ છે અને તે નિહાર દ્વારા ખાટું પ્રવાહી બહાર કાઢે છે. આ પ્રક્રિયા સતત સાત દિવસ સુધી ચોવીસ કલાક ચાલ્યા કરે છે.
સાત દિવસને અંતે આ બધું મીઠું પ્રવાહી ખાટુ થઇ જાય છે. પછી એ ખાટા પ્રવાહીને વરાળમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારે તેમાં રહેલા બધા જીવાણુઓ નાશ પામે છે. પછી એ પ્રવાહીને બારીક ગળણીથી ગાળવામાં આવે છે. ગળણીમાં નાશ પામેલા જીવાણુઓનો આઠથી દસ કીલો જેટલો લોંદો નીકળે છે. જેને થોડાક જ સમયમાં જમીનમાં દાટી દેવામાં આવે છે.
ગાળેલા પ્રવાહીને ફરીથી ઉકાળવામાં આવે છે. જેથી એ પ્રવાહી ઘટ્ટ બને છે. તેમાંથી સ્ટીમ દ્વારા તાર બનાવાય છે અને તેમાંથી નાના ક્રીસ્ટલ બનાવાય છે.
આ ક્રીસ્ટલ (crystal) એટલે લીંબુના ફૂલ. આનો ઉપયોગ ઠંડા પાણીમાં, પીપરમીન્ટ, ચોકલેટ, દવા, દાળ, શાક, ફરસાણ વગેરે બનાવવામાં થાય છે.
સાબુદાણા કંદમાંથી અને વૃક્ષમાંથી એમ બે રીતે બને છે એમ જાણવામાં આવ્યું છે. અમુક દેશમાં તેવાં વૃક્ષો થાય છે કે જે વૃક્ષોમાંથી પ્રક્રિયા દ્વારા સાબુદાણા તૈયાર થાય છે. કંદ અભક્ષ્ય હોવાથી તેમાંથી બનતા સાબુદાણા અભક્ષ્ય ગણાય. વૃક્ષમાંથી બનતા સાબુદાણા અભક્ષ્ય ન ગણાય પણ બજારમાંથી સાબુદાણા ખરીદ કરતી વખતે આ સાબુદાણા શેમાંથી બન્યા તે જાણી શકાતું નથી. આથી અનિવાર્ય સંજોગો સિવાય સાબુદાણા ન વાપ૨વા જોઇએ.
અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે સાબુદાણાને ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં માવો સડે છે, તેમાં કોહવાટ થાય છે ઇત્યાદિથી ભયંકર હિંસા થાય છે એવો કોઇને ખ્યાલ હોય તો તે બરોબર નથી. હા, માવામાંથી સ્ટાર્ચ મિલ્ક અલગ કર્યા પછી જે કૂચા બચે છે તે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International