________________
શંકા-સમાધાન
૧૯૭
શંકા– ૪૨૭. ગરમ પાણીની સગવડ ન જ થઈ શકે એમ હોય તો કાચા પાણીમાં સાકર નાખીને વાપરે તો સાંજે સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં જ એ પાણી વાપરી લેવું જોઈએ કે સૂર્યાસ્ત સુધી વાપરી શકાય?
સમાધાન- આ પાણી સાંજે સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં જ વાપરી લેવું પડે. કારણ કે આ પાણી વાપર્યા પછી બે ઘડી સુધી મોટું એઠું ગણાય. બે ઘડી પછી મોટું શુદ્ધ ગણાય.
શંકા- ૪૨૮. લીંબુનું શરબત આજે બનાવેલું બીજા દિવસે ચાલે? સમાધાન ન ચાલે. કારણ કે તેમાં સાકર આવે છે. શંકા- ૪૨૯. લીંબુનો રસ કાઢ્યા પછી કેટલા દિવસ સુધી રાખી શકાય ?
સમાધાન– તેમાં ખટાશ હોવાથી બીજા દિવસ સુધી રાખી શકાય. જેમ છાશમાં ખટાશ હોવાથી આજની છાશ બીજા દિવસે ખપી શકે છે, તેમ લીંબુનો રસ પણ બીજા દિવસ સુધી ખપી શકે. (તેમાં સાકર ન નાખવી જોઈએ.)
શંકા- ૪૩૦. લીંબુનો રસ કાઢી થોડું પાણી નાખી તેને ઉકાળે અને તેની ચાસણી બનાવે, તો આ લીંબુની ચાસણી કેટલા દિવસ કલ્પ ? લીલોતરી બંધવાળાને કહ્યું ? સાધુને જોગમાં કહ્યું ?
સમાધાન– આ રીતે બનાવેલી લીંબુની પાકી ચાસણીનો કોઈ કાળ નથી, જ્યાં સુધી બગડે નહિ ત્યાં સુધી કહ્યું. લીલોતરી બંધવાળાને અને સાધુને જોગમાં બીજા દિવસથી કલ્પી શકે છે.
શંકા–૪૩૧. લીંબુના ફૂલ અને સાબુદાણા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે.
સમાધાન– લીંબુના ફૂલ અભક્ષ્ય છે. કારણ કે તેની ઉત્પત્તિ ઘણી હિંસાથી થાય છે. લીંબુના ફૂલના નામે ઓળખાતો આ પદાર્થ લીંબુમાંથી બનતો નથી, પણ વિશેષ પ્રકારની પ્રક્રિયાથી બને છે. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે- સાકર બનાવવામાં આવે છે ત્યારે molasis યાને ગોળની રસી જેવો પદાર્થ બચે છે. આ મીઠું પ્રવાહી એક મોટા ધાતુના વાસણમાં નાખવામાં આવે છે. પછી વજનથી કિલો જેટલા જીવાણુઓ એ વાસણમાં નાખવામાં આવે છે. આ જીવાણુઓનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org