________________
શંકા-સમાધાન
શંકા— ૪૨૩. ટાટા કંપનીનું મીઠું અચિત્ત થયા પછી તેનો કાળ કેટલો ?
૧૯૬
સમાધાન– કુંભારના નિભાડામાં કે કંદોઇની ભઠ્ઠી વચ્ચે માટીના ઘડામાં મીઠું મૂકીને સીલ કરીને મૂકવામાં આવે, તો અગ્નિના તાપથી ઓગળીને પાણી થઇ જાય. પછી એ ઠરે ત્યારે મીઠું પાકું (અચિત્ત) થાય છે અને આ રીતે અચિત્ત કરેલું મીઠું વર્ષો સુધી અચિત્ત રહે છે. એના આધારે એમ કહી શકાય કે ટાટા કંપનીનું મીઠું પણ આ રીતે વર્ષો સુધી અચિત્ત રહે.
શંકા— ૪૨૪. ટાટા સિવાયની કંપનીઓ પણ મીઠું આ જ પ્રમાણે બનાવતી હશે ને ?
સમાધાન– ટાટા સિવાયની કંપનીઓ મીઠું કેવી રીતે બનાવે છે તે જાણવામાં આવ્યું નથી. તપાસ કરવાથી ખ્યાલ આવે.
શંકા- ૪૨૫. સૂકી સીંગદાણાની ચટણીમાં અને ચેવડામાં કાચું મીઠું નાખ્યું હોય તો સચિત્ત ત્યાગીને ખપે ? કોથમીર આદિની ચટણી કેટલા દિવસ સુધી ખપે ?
સમાધાન– સૂકી સીંગદાણાની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો ન ખપે એમ જણાય છે. એવી રીતે ચેવડામાં જો સળગતા ચૂલા ઉપર કાચુ મીઠું નાંખીને થોડીવાર બરોબર હલાવે, મીઠું ચેવડા સાથે બરોબર ભળી જાય તેટલું હલાવે તો જ ચેવડો ખપે. પણ જો ચૂલા ઉપરથી ઉતાર્યા પછી કાચું મીઠુ નાખ્યું હોય તો ન ખપે.
કોથમીર આદિની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય, ચૂલે ચઢાવ્યું ન હોય, પાણીનું ટીપું પણ નાખ્યું ન હોય તેવી ચટણી બે ઘડી પછી અચિત્ત થાય અને ત્રણ દિવસ સુધી ખપે. અહીં લીલી વનસ્પતિ + મીઠું પરસ્પર શસ્ર બને છે. જો પાણી નાખ્યું હોય તો એ દિવસે ખપે. બીજા દિવસથી ન ખપે.
શંકા- ૪૨૬. સાકારના પાણીનો કાળ કેટલો ?
સમાધાન– જે ઋતુમાં ઉકાળેલા પાણીનો જેટલો કાળ છે તેટલો કાળ સાકરના પાણીનો છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org