SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૯૫ સમાધાન– સૂર્યના તડકા વગેરેથી વર્ણાદિ બદલાઈ જાય, ત્યારે લીલ-ફૂગ અચિત્ત થાય. પ્રાયઃ કરીને આસો મહિનામાં જે તડકા પડે છે, તેનાથી લીલ-ફુગ અચિત્ત થઈ જાય એમ સંભવે છે તથા વડીલો પાસેથી પણ તેમ સાંભળ્યું છે. શંકા- ૪૧૯. ઉજેણીમાં કે કામળી કાળમાં ખુલ્લામાં ઉકાળેલું પાણી સચિત્ત થાય ? સમાધાન- સચિત્ત થઈ જાય, પણ બે ઘડી પછી અચિત્ત થઈ જાય. કારણ કે એમાં પડેલા જીવોનું આયુષ્ય બે ઘડીથી વધારે ન હોય તેથી ત્યાર પછી અચિત્ત થઈ જાય. શંકા- ૪૨૦. ઉકાળેલું પાણી તેનો કાળ પૂરો થઈ જવાના કારણે સચિત્ત થઈ જાય તો દોષ લાગે ? સમાધાન ઉકાળેલું પણ આ રીતે સચિત્ત થઈ જાય, તો દોષ લાગે. માટે શ્રાવકોએ શિયાળામાં ચાર પ્રહર પહેલાં, ઉનાળામાં પાંચ પ્રહર પહેલાં અને ચોમાસામાં ત્રણ પ્રહર પહેલાં એ પાણી પૂર્ણ થઈ જાય તેમ કરવું જોઇએ. વધેલું ઉકાળેલું પાણી જેમને ઉકાળેલું પાણી પીવાનો નિયમ ન હોય તેઓ પણ વાપરી શકે અથવા યોગ્ય સ્થળે પરઠવી શકાય, અગર તો ચૂનો નાખીને રાખી શકાય. ઉકાળેલું પાણી ગટર વગેરેમાં ન નાખવું જોઇએ. ભક્ષ્યાભઢ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૪૨૧. કાચું મીઠું વાપરવામાં કયો દોષ લાગે ? સમાધાન– કાચું મીઠું સચિત્ત છે. કાચા મીઠાના એક તદ્દન નાના કણિયામાં પણ અસંખ્ય જીવો છે. માટે સચિત્ત ભક્ષણનો દોષ લાગે. શંકા- ૪૨૨. ટાટા કંપનીનું મીઠું પાકું કહેવાય ? સમાધાન– જૈનો મીઠાને અચિત્ત બનાવવા માટે ભઠ્ઠીમાં જેટલું પકવે છે તેના કરતાં ય વધારે ટાટા કંપનીમાં મીઠાને પકાવવામાં આવે છે. એવું અનુભવીઓ પાસેથી જાણ્યું છે આથી ટાટા કંપનીના મીઠાને પાકુ ગણવામાં બાધ જેવું જણાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy