________________
૧૮૪
શંકા-સમાધાન
કાઉસ્સગ્ન ન કર્યો હોય તેને પોતાને યોગસંબંધી ક્રિયા કરવી કે કરાવવી કહ્યું નહિ.”
તથા “શ્રીપ્રવજ્યા-યોગાદિ વિધિ સંગ્રહ’ પુસ્તકમાં નીચે મુજબ લખ્યું છે–
આ (ચૈત્રી ઓળીનો) કાઉસ્સગ્ન જેણે ન કર્યો હોય તેને સાધુસાધ્વીને યોગ કરવા, કરાવવા કે આગમનું વાંચન કરવું સુજે નહિ. તેમજ કલ્પસૂત્ર પ્રમુખ વાંચી શકે નહિ.'
ઉક્ત બધા પ્રશ્નોના ઉત્તરો આ બે ગ્રંથોના ઉલ્લેખને લક્ષમાં રાખીને આપી શકાય. તે આ પ્રમાણે
ઉ.૧ જોગના સૂત્રો બોલવામાં બાધ જણાતો નથી. કારણ આવશ્યક ક્રિયાના સૂત્રો બોલવાની છૂટ હોય છે.
ઉ.૨ કાલગ્રહણ ન લઈ શકે, કાલ ન પdવી શકે, દાંડીધર ન થઈ શકે. કારણ કે આ ક્રિયા ખાસ જોગ સંબંધી જ છે.
ઉ.૩ તે મહાનિશીથના જોગવાળા હોય તો તેમના કરેલ ભગવાન પદવીધરને અને જોગીને ચાલે.
ઉ.૪ જોગમાં અપાવવા જઈ શકે. કારણ કે સેનપ્રશ્ન (૫૦૬)માં યોગની ક્રિયા-કરવી-કરાવવી કલ્પ નહિ એવો ઉલ્લેખ છે. અપાવવામાં જોગની કોઈ ક્રિયા કરાવવાની હોતી નથી.
ઉ.૫ શ્રમણ આવશ્યક ક્રિયાના સૂત્રોના સ્વાધ્યાય ન થઈ શકે. ઉ.૬ દશવૈકાલિક સૂત્રની ૧૮મી ગાથાથી આગળ કોઈ પણ આગમનો ( જોગ કરીને ભણી શકાય તેવા સૂત્રોનો) સ્વાધ્યાય કે વાંચન ન થઈ શકે. મૂળ, ટીકા કે ચૂર્ણિ વગેરે કંઈ પણ વાંચી શકાય નહિ.
ઉ.૭ કાલિક અનાગાઢ કે ઉત્કાલિક જોગ ચાલતા હોય અને કાઉસ્સગ્ન કરવાનું ભૂલી જાય તો કાઉસ્સગ્ન પહેલાં જે સૂત્રના જોગમાં પ્રવેશ થઈ ગયો હોય તે સૂત્રના જોગ પૂરા કરી શકાય. નવા સૂત્રના જોગમાં પ્રવેશ કરી શકાય નહિ. વૃદ્ધિદિન કરી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org