________________
શંકા-સમાધાન
૧૮૩ જેટલું પાણી જોઈએ તેનાથી વધારે પાણી નાખે તો શું થાય ? તેમ કાઉસ્સગ્નમાં જયારે જેટલા નવકાર ગણવાના હોય ત્યારે તેટલા જ નવકાર ગણવાનો ઉપયોગ રાખવો જોઈએ.
શંકા- ૩૯૧. ચૈત્રી ઓળીમાં સુદ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ આ ત્રણ દિવસોમાં અચિત્તરજનો કાઉસ્સગ્ન કરવાનું ભૂલી ગયા હોય, તો નીચે જણાવેલ વિગતોમાંથી શું શું ન થાય ? (૧) જોગના સૂત્રો (આદેશ બીજા આપે) બોલી શકે ? (૨) કાલગ્રહણ લઈ શકે? કાલ પdવી શકે? દાંડીધર બની શકે ? (૩) તે મહાનિશીથના જોગવાળા હોય તો તેમના પડિલેહણ કરેલા
ભગવાન પદવીધરને ચાલે ? જોગીને ચાલે ? (૪) જોગમાં ગોચરી આદિ અપાવવા જઇ શકે ? (૫) શ્રમણ આવશ્યક ક્રિયાના સૂત્રોનો સ્વાધ્યાય કરી શકે ? (૬) દશવૈકાલિક સૂત્રની ૧૮મી ગાથાથી આગળ કોઈ પણ આગમ
આદિનો સ્વાધ્યાય કરી શકે ? વાંચી શકે ? (૭) કાલિક અનાગાઢ કે ઉત્કાલિક જોગ ચાલતા હોય અને
કાઉસ્સગ્ન કરવાનું ભૂલી જાય તો તે જોગ થાય? અને અનુજ્ઞા થઈ ગઈ હોય અને વૃદ્ધિ દિન બાકી હોય તો તે જોગ આગળ
કરી શકે ? કે જોગ જાય ? (૮) ઉત્તરાધ્યયન, મહાનિશીથ, ભગવતી આદિ અનાગાઢ જોગ
ચાલુ હોય અને કાઉસ્સગ્ગ ભૂલી જાય તો શું કરવું ? (૯) (૧) પર્યુષણમાં કલ્પસૂત્ર-બારસાસૂત્ર-ખીમશાહી (જોગપૂર્વે
પણ વડીલોની અનુજ્ઞાથી વાંચતા હોય તો) વાંચી શકે? (૨) કે સાથેના કદાચ અજોગી હોય અને કાઉસ્સગ્ન કર્યો હોય તે વાંચે ? (૩) કે જોગી કાઉસ્સગ્ન ન કર્યો હોય તે વાંચે ? સમાધાન- આ વિષયમાં સેનપ્રશ્નમાં ૫૦૬ નંબરના પ્રશ્નના ઉત્તરમાં નીચે મુજબ જણાવ્યું છે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org