SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૮૫ ઉ.૮ કાઉસ્સગ્ગના સમય પહેલાં જોગમાં પ્રવેશ થઇ ગયો હોવાથી કરી શકાય. પણ આગળના નવા સૂત્રના જોગમાં તે સૂત્રના જોગ પૂરા પ્રવેશ ન કરી શકાય. ૩.૯ ઉત્સર્ગથી તો આ ત્રણ વિકલ્પોમાંથી એક પણ વિકલ્પમાં કલ્પસૂત્ર વગેરે ન વાંચી શકાય. અપવાદથી તો નીચે પ્રમાણે ક્રમ રાખવો યોગ્ય જણાય છે. (૧) પહેલા નંબરમાં જોગી હોય અને કાઉસ્સગ્ગ ન કર્યો હોય તે વાંચી શકે. (૨) બીજા નંબરમાં જોગી ન હોય તો પણ કાઉસ્સગ્ગ કર્યો હોય તે વાંચી શકે. (૩) ત્રીજા નંબરમાં જોગી ન હોય અને કાઉસ્સગ્ગ પણ ન કર્યો હોય તે પણ વાંચી શકે. આ બધી (૧ થી ૯ સુધીની) વિગત સામાન્યતયા જણાવી છે. વિશેષથી તો ગીતાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સૂક્ષ્મદૃષ્ટિથી જોઇને જે યોગ્ય લાગે તે કરી શકે. લાભ-હાનિનો સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને જેમાં લાભ હોય તેવી પ્રવૃત્તિ કરવાની ગીતાર્થને છૂટ છે. આ વિષે ઉપદેશમાળામાં કહ્યું છે કે तम्हा सव्वणुन्ना सव्वनिसेहो य पवयणे नत्थि आयं वयं तुलिज्जा, लाहाकंखीव्व वाणियओ || ३९२ || “તેથી જિનશાસનમાં સર્વકાર્યની એકાંતે અનુજ્ઞા નથી, સર્વ કાર્યોનો એકાંતે નિષેધ નથી=અમુક કાર્ય ન જ કરવું એવો એકાંતે નિષેધ નથી. કારણ કે જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી લાભની આકાંક્ષાવાળા વિણકની જેમ સાધુએ આય(=જ્ઞાનાદિના લાભ) અને વ્યય(=જ્ઞાનાદિની હાનિ) એ બંનેની તુલના કરીને જેમાં લાભ દેખાય તે કાર્ય કરવું.” હા, આમાં ક્યાંય મહત્ત્વાકાંક્ષા વગેરે પોષવાની વૃત્તિ ન હોવી જોઇએ. જરા પણ દંભ ન હોવો જોઇએ. સરળતા હોવી જોઇએ. For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy