________________
૧૬૦
શંકા-સમાધાન નથી. (૩) જેણે ખાધું હોય તેણે મુહપત્તિનું પડિલેહણ કરીને વાંદરા આપવાના હોય છે. આની પાછળનો હેતુ શો ?
સમાધાન– આવી આચરણા વર્ષોથી ચાલી આવે છે. શાસ્ત્રદષ્ટિએ આની પાછળનો હેતુ એવો હોઈ શકે કે, પચ્ચકખાણ લેવા માટે પહેલા વંદન કરવાનું હોય છે, વાંદણા એ વંદન છે ને વંદન કરવા માટે પહેલા મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે. આથી જેણે ચોવિહાર ઉપવાસ કર્યો હોય તેણે પચ્ચકખાણ કરવાનું ન હોવાથી મુહપત્તિનું પડિલેહણ અને વાંદણા દેવાના ન હોય એ બરોબર છે. પણ જેણે પચ્ચકખાણ કરવાનું હોય તેણે મુહપત્તિનું પડિલેહણ અને વાંદણા એ બંને કરવાની જરૂર રહે છે. આમ છતાં તિવિહાર ઉપવાસવાળાને પાણહારનું પચ્ચખાણ લેવાનું હોવા છતાં વાંદણા આપવાની આચરણા નથી. હમણા તો આચરણા પ્રમાણે વિધિ કરવો જોઇએ. માત્ર સમજવા માટે ઉક્ત ખુલાસો જાણવો.
શંકા– ૩૪૩. સાંજના પ્રતિક્રમણ પછી સામાયિક પારવામાં બોલાતું ચક્કસાય સૂત્ર ખમાસમણ આપીને બોલવાનું હોય છે કે ખમાસમણ આપ્યા વિના ?
સમાધાન- સામાયિક પારવામાં બોલાતું ચઉક્કસાય સૂત્ર ખમાસમણ આપ્યા વિના બોલાય છે. કારણ કે તે માટે કોઈ આદેશ માગવાનો હોતો નથી. ખમાસમણ એ વંદન છે. કોઈ આદેશ માગવાનો હોય તો વંદન કરીને આદેશ માગવો જોઈએ. અહીં કોઈ આદેશ માગવાનો નથી. (પ્રતિક્રમણમાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિય પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું ?” એ આદેશ ખમાસમણ આપ્યા વિના જ માગવાની આચરણા છે. આવી આચરણા અનુપયોગજન્ય હોય એમ જણાય છે.) શંકા- ૩૪૪. પ્રતિક્રમણમાં મુઠ્ઠી ક્યાં ક્યાં વાળવાની છે ?
સમાધાન- પ્રતિક્રમણમાં સવ્વસ્ત વિ સૂત્ર બોલતાં ઠાવતી વખતે મુઠ્ઠી વાળવાની છે. તે સિવાય ક્યાંય મુઠ્ઠી વાળવાની નથી. ઠાવતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org