________________
શંકા-સમાધાન
૧૬૧ વખતે મુઠ્ઠી વાળવાનું કારણ આ પ્રમાણે છે- મુઠ્ઠી શબ્દનો સંસ્કૃત શબ્દ મુષ્ટિ છે. મુષ્ટિ એટલે સાર-રહસ્ય. સવસ વિસૂત્ર સંપૂર્ણ પ્રતિક્રમણનો સાર છે. પ્રતિક્રમણની બીજી બધી ક્રિયા સવ્યસ્ત વિ. સૂત્રના વિસ્તારરૂપ છે. આમ આ સૂત્ર સંપૂર્ણ પ્રતિક્રમણના સારરૂપ છે એ જણાવવા માટે મુઠ્ઠી વાળવાની હોય છે. સવ્યસ્સ વિ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે- મારાથી દિવસ દરમિયાન મનથી જે કાંઈ અશુભ ચિંતવાયું હોય, વચનથી જે કંઈ અશુભ બોલાયું હોય, કાયાથી જે કાંઈ અશુભ કરાયું હોય તે બધું મિથ્યા થાઓ. સૂત્રના અર્થથી સમજી શકાય છે કે આ સૂત્રથી દિવસના બધા પાપોનું સંક્ષેપથી પ્રતિક્રમણ થઈ જાય છે. પ્રતિક્રમણમાં આપણું ચિત્ત એક સરખું સ્થિર રહેતું નથી. વચ્ચે વચ્ચે બીજે ચાલ્યું જાય છે. આમ છતાં સવ્યસ્સ વિ સૂત્ર બોલવાનું આવે ત્યારે મનને ખાસ પ્રયત્નપૂર્વક તેના અર્થમાં કેન્દ્રિત કરીને પાપના પશ્ચાત્તાપ પૂર્વક સબસ્સ વિ સૂત્ર બોલવામાં આવે તો ઘણો બધો લાભ આટલા નાના સૂત્રથી થઈ જાય.
શંકા- ૩૪૫. પ્રતિક્રમણમાં સાત લાખ સૂત્ર બોલાય છે. તેમાં “ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા” એમ બોલાય છે. દેવલોક અને નારકો સાથે આપણો સંબંધ ન હોવાથી તેમને હણવાનો અને હણાવવાનો પ્રશ્ન જ આવતો નથી. તો તે સંબંધી મિચ્છા મિ દુક્કડ માગવાની શી જરૂર છે ?
સમાધાન- જીવ કોઈ પણ પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરે છે. હિંસા પણ મન-વચન-કાયાથી કરે છે. આથી કાયાથી દેવોનીનારકોની હિંસાની શક્યતા ન હોવા છતાં વચનથી અને મનથી હિંસાનો સંભવ છે. જે જીવોમાં સર્વ જીવોની સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાના પરિણામ થયા નથી તે જીવોમાં સર્વ જીવ સંબંધિ હિંસાના પરિણામ રહેલા છે. આથી પરિણામની દષ્ટિએ વિચારવામાં આવે તો દેવ-નારકોની પણ હિંસાના પરિણામ રહેલા છે. માટે દેવો નારકો સંબંધી પણ “મિચ્છા મિ દુક્કડ” કરવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org