________________
૧૫૮
શંકા-સમાધાન
પ્રયત્ન કરે. વિધિને જાણવા ગુરુની જરૂર પડે. આજે જિનપૂજા, ચૈત્યવંદન વગેરેની વિધિ જાણવા ગુરુ પાસે આવનારા કેટલા ?
નોકરી વગેરે માટે કોઇ ઓફિસ૨ વગેરેને મળવા જવું હોય તો તેને કેવી રીતે મળવું, તેની પાસે કેવી રીતે જવું ? તેની સાથે કેવી રીતે બોલવું ? કેવી રીતે વર્તવું ? વગેરે બરોબર જાણી લે. કારણ કે ધન વગેરેની ગરજ છે. તેવી રીતે જિનમંદિરમાં જવા વગેરેની વિધિ જાણવા પ્રયત્ન કરનારા કેટલા ? ઓફિસર વગેરેનું વિનય વગેરેથી ગમે તેટલું સાચવવામાં આવે તો પણ તે મહેરબાની કરે જ એવો નિયમ નહિ. મહેરબાની કરે તો પણ આપી આપીને કેટલું આપે ? તથા એની મહેરબાની માંદગી આદિમાં કામ લાગે નહિ. જ્યારે જિનેશ્વર ભગવાન આદિની વિનય આદિ વિધિપૂર્વક સેવા કરવામાં આવે તો અવશ્ય ફળે. વિધિપૂર્વક કરેલી ધર્મક્રિયાઓ આ લોકમાં પણ કામ લાગે, માંદગી આદિ આપત્તિમાં પણ કામ લાગે અને પરલોકમાં પણ કામ લાગે. ઓફિસર વગેરેની મહેરબાની માંદગી આદિમાં કે પરલોકમાં કામ ન લાગે. આમ છતાં ઓફિસ૨ વગેરેની સેવામાં જેટલી કાળજી રખાય છે તેટલી પણ કાળજી ધર્મક્રિયાઓમાં ન રખાય તેનું શું કારણ ? એનું મુખ્ય કારણ એ છે કે ધર્મનો ઉપકાર ખ્યાલમાં આવ્યો નથી.
અવિધિ થાય તો પણ વિધિ બહુમાનપૂર્વક ક્રિયા કરતા રહેવું જોઇએ— વિધિ ઉપર બહુમાન અને વિધિનું જ્ઞાન હોવા છતાં અવિધિ થઇ જાય એમ પણ બને. છતાં ધર્મક્રિયાનો ત્યાગ નહિ કરવો જોઇએ. અભ્યાસ થતાં અવિધિ દૂર થાય છે. પ્રાયઃ દરેક અનુષ્ઠાનમાં પ્રારંભમાં અવિધિ થઇ જાય એ સહજ છે. પણ જો અવિધિના ભયથી અનુષ્ઠાનનો જ ત્યાગ કરવામાં આવે તો ક્યારેય વિધિપૂર્વક અનુષ્ઠાનો કરવા સમર્થ ન બની શકાય. આથી અવિધિ થઇ જાય તો પણ વિધિના બહુમાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાનો કરતાં રહેવું જોઇએ. શાસ્ત્રમાં અવિધિવાળી ધર્મક્રિયા કરનારથી બિલકુલ ધર્મક્રિયા નહિ કરનારને પ્રાયશ્ચિત્ત વધારે કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org