________________
શંકા-સમાધાન
૧૫૭
અવિવિધ ખટકે. એને એમ થાય કે, ભગવાને દરેક અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું કહ્યું છે, પણ હું કમનસીબ છું કે, જેથી બરોબર વિધિપૂર્વક કરી શકતો નથી. આવો આત્મા વિધિ-વિધિ શું કરો છો ? આ કાળે વિધિ સાચવવી કઠિન છે માટે એમ જ ચાલે, આવું ન કહે. એને જેમ પોતાનાથી થતી અવિવિધ બદલ દુ:ખ હોય તેમ જે આત્માઓ વિધિનું બરોબર પાલન કરતા હોય તેમના પ્રત્યે બહુમાન હોય. વિધિ પ્રત્યે બહુમાન આવે એટલે વિધિનું પાલન કરનારાઓ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. વિધિ પ્રત્યે બહુમાનનાં લક્ષણો આ પ્રમાણે છે—
વિધિબહુમાનનાં પાંચ લક્ષણો– (૧) વિધિની જિજ્ઞાસા, (૨) વિધિને સાંભળીને આનંદ, (૩) વિધિના પાલન માટે શક્ય પ્રયત્ન, (૪) અવિધિની ખટક, (૫) વિધિકા૨ક તરફ બહુમાન.
શાસ્ત્રમાં વિધિ પ્રત્યે બહુમાન રાખનારને ધન્ય કહ્યો છે. (૧) જે આત્મા વિધિપૂર્વક કરે છે તે આત્મા ધન્ય છે. (૨) જે આત્મા વિધિપૂર્વક કરી શકતો નથી, પણ વિધિ ઉપર બહુમાન હોવાના કા૨ણે વિધિપૂર્વક કરવાની ભાવનાવાળો છે તે પણ ધન્ય છે. (૩) છેવટે વિધિની નિંદા ન કરે તે પણ ધન્ય છે. કારણ કે ભારેકર્મી આત્માઓને અવિધિ ઉપર જ પ્રેમ હોય છે. જે આત્માને વિધિ ઉપર પ્રેમ છે તે આત્મા નિકટમાં મોક્ષે જનાર છે. માટે ધાર્મિક અનુષ્ઠાનોની સંપૂર્ણ સફળતા ઇચ્છનારાઓએ વિધિ પ્રત્યે બહુમાનવાળા બનીને વિધિનું પાલન કરવાની કાળજી રાખવી જોઇએ. “આમ જ ચાલે’ એવી વૃત્તિ ન રાખવી જોઇએ.
વિધિને જાણવાની બેદરકારી– આજે વિધિ પ્રત્યે બેદરકારી ઘણી આવી જવાથી ધર્મક્રિયાઓમાં અવિધિ ઘણી થાય છે. અવિધિ થાય છે એટલું જ નહિ, પણ વિધિને જાણવાની ઇચ્છા જ મોટે ભાગે દેખાતી નથી. આનું કારણ વિધિ પ્રત્યે જોઇએ તેવું બહુમાન નથી. વિધિ પ્રત્યે જેને બહુમાન હોય તેને વિધિને જાણવાની ઇચ્છા થાય. જેને વિધિને જાણવાની ઇચ્છા થાય તે અનુકૂળતા મુજબ તે માટે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International