________________
શંકા-સમાધાન
આલંબન– ક્રિયા કરતાં દૃષ્ટિને પ્રતિમાજી કે સ્થાપનાજી સમક્ષ રાખવી તે આલંબનયોગ છે. ક્રિયા કરતાં આડી-અવળી દષ્ટિ ક૨વામાં ભગવાનનો અને ગુરુનો અનાદર થાય છે. કોઇ વડાપ્રધાન કે મોટા ઓફિસર સાથે વાત કરનાર પુરુષ વાત કરતાં કરતાં બીજે ક્યાંય ડાફોળિયાં મારે ? કે તેની સામે જુએ ? ડાફોળિયાં મારતાં વાત કરે તો વડાપ્રધાન કે ઓફિસર ઉપર તેની સારી અસર પડે ? ન જ પડે. જરૂર પડે તો તે જ વખતે તેને બોલતો બંધ કરી દે અને તને શિસ્તનું પણ ભાન નથી વગેરે કહીને કાઢી મૂકે, એવું પણ બને. આપણા દેવ અને ગુરુ તો બધા કરતાં મહાન છે. ડાફોળિયાં મારતાં તેમની સમક્ષ કરાતી ક્રિયામાં ભાવોલ્લાસ ક્યાંથી આવે ? ભાવોલ્લાસ રહિત ધર્મક્રિયાથી વિશેષ ફળ મળે નહિ. આ વિષે અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે—
भावोपयोगशून्याः कुर्वन्नावश्यकीः क्रियाः सर्वाः देहक्लेशं लभसे, फलमाप्स्यसि नैव पुनरासाम् ||१४||
“સઘળી આવશ્યક ક્રિયાઓને ચિત્તનો ઉત્સાહ અને ઉપયોગથી રહિત બનીને કરતો તું દેહના ક્લેશને પામે છે અને એ ક્રિયાઓના ફળને(=મોક્ષને) નહિ પામે.
૧૫૬
ધર્મક્રિયા અવિધિથી કરવાથી મલિન બને છે. આથી તે તે ક્રિયાની જે વિધિ કહી હોય તે વિધિપૂર્વક તે તે ક્રિયા કરવી જોઇએ. લોકમાં પણ ખેતી, રસોઇ વગેરે કાર્યો વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફળ બને છે. દવા જેવી વસ્તુ પણ વિધિપૂર્વક લેવામાં આવે તો જ આરોગ્ય મળે. અવિધિથી દવા લેવામાં આરોગ્ય ન મળે, બલ્કે રોગ વધી જાય એવું પણ બને.
વિધિ પ્રત્યે બહુમાનવાળાને અવિધિ ખટકે– ધાર્મિક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાથી જ સફળ બને છે. માટે આપણે ધાર્મિક અનુષ્ઠાનોની વિધિ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. વિધિને જાણવા છતાં તેવા સંયોગ આદિથી અવિધિ થઇ જાય એ સંભવિત છે. છતાં જેને વિધિ પ્રત્યે બહુમાન હોય તેને તેવા સંયોગ આદિથી થતી
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International