________________
શંકા-સમાધાન
૧૫૫
નથી. અરે ! બે હાથ પણ બરોબર જોડાયેલા હોતા નથી. સામુદાયિક ક્રિયા થતી હોય ત્યારે બધાની એકસરખી શરીર સ્થિતિ રહેવી જોઈએ. પણ આજે એમાં ઘણી ખામી છે. લગભગ દરેકની શરીર સ્થિતિ થોડી થોડી જુદી દેખાશે. કોઈના હાથની સ્થિતિ જુદી દેખાશે. કોઇના પગની સ્થિતિ જુદી દેખાશે.
વર્ણ– ક્રિયામાં બોલાતાં સૂત્રો વર્ણયોગ છે. સૂત્રો દોષોથી રહિત શુદ્ધ બોલવા જોઇએ. અશુદ્ધ સૂત્રો બોલવાથી અતિચાર લાગે. આથી જ અતિચારસૂત્રમાં જ્ઞાનાતિચારમાં “દેવગુરુ વાંદણે, પડિક્કમણે, સજઝાય કરતાં, ભણતાં ગણતાં, ફૂડો અક્ષર કાને માત્રાએ અધિકો
ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું' વગેરે બોલીને જ્ઞાનાતિચાર અંગે મિચ્છા મિ દુક્કડ આપવામાં આવે છે. આથી દરેકે સૂત્રોની અશુદ્ધિને દૂર કરવી જોઈએ. જ્યારે સામુદાયિક ક્રિયામાં એક સૂત્રો બોલે અને બીજા સાંભળે ત્યારે જેના સૂત્રો અશુદ્ધ હોય તેને આદેશ ન આપવો જો ઇએ. કારણ કે તે અશુદ્ધ બોલે અને બીજાઓ શુદ્ધ ન ધારે તો બધાને અશુદ્ધ સૂત્ર બોલવાનો દોષ લાગે. જેના સૂત્રો અશુદ્ધ હોય તેણે સમુદાયમાં સૂત્રો બોલવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આદેશ જ ન માગવો જોઈએ.
અર્થ– બોલાતાં સૂત્રોના અર્થમાં ઉપયોગ રાખવો એ અર્થયોગ છે. અહીં કહેલા ચારે યોગોમાં અર્થયોગની પ્રધાનતા છે. શાસ્ત્રમાં અર્થના ઉપયોગ વિનાની ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહી છે. સ્થાનયોગનું બરોબર પાલન કરે, અર્થાત્ મુદ્રાઓ બરોબર રાખે, જે સૂત્ર બોલતાં જે મુદ્રા હોવી જોઈએ, તે સૂત્ર બોલતાં તે મુદ્રા રાખે, વાંદણામાં આવર્તા બરોબર કરે, ખમાસમણાં બરોબર આપે, આમ દરેક રીતે સ્થાનયોગનું બરોબર પાલન કરે. સૂત્રો શુદ્ધ બોલીને વર્ણયોગનું પાલન કરે. ક્રિયા કરતાં દષ્ટિ પ્રતિમાજી સમક્ષ કે સ્થાપનાજી સમક્ષ રાખીને આલંબનયોગને બરોબર સાચવે. આમ છતાં જો ઉપયોગ ન હોય તો ધર્મક્રિયા દ્રવ્યક્રિયા બને. દ્રવ્યક્રિયાથી વિશેષ ફળ મળતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org