________________
૧૫૨
શંકા-સમાધાન
વિધિ વ્યાખ્યાન આદિમાં સમજાવવી જોઇએ. સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે પણ શિષ્ટભાષામાં વિધિનું મહત્ત્વ સમજાવીને આ વાત કરી શકાય. આમ છતાં નાના ચરવળાથી પ્રતિક્રમણ કરે, તો બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરવાની અપેક્ષાએ ઓછો દોષ લાગે.
શંકા— ૩૩૩. પક્ષી પ્રતિક્રમણના બદલે દેવસિક પ્રતિક્રમણ થાય ?
સમાધાન– ન થાય.
શંકા— ૩૩૪. દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચ પ્રતિક્રમણમાંથી કયું પ્રતિક્રમણ ક્યારે કરવાનું હોય છે ?
સમાધાન સૂર્ય અર્ધો બુડ્યો હોય ત્યારે શ્રાવક ‘વંદિત્તુ' સૂત્ર આવે તે રીતે દૈવસિક પ્રતિક્રમણ કરે. એક મુહૂર્ત (૪૮ મિનિટ) રાત્રિ બાકી હોય ત્યારે રાત્રિક પ્રતિક્રમણ શ્રાવક શરૂ કરે એમ આત્મપ્રબોધ ગ્રંથની ૮૧મી ગાથાની ટીકામાં જણાવ્યું છે.
દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણનો આ સમય ઉત્સર્ગથી સમજવો. અપવાદથી (કોઇ ખાસ કારણે) તો દૈસિક પ્રતિક્રમણનો સમય દિવસના ત્રીજા પ્રહરના પ્રારંભથી અર્ધરાત્રિ સુધીનો જાણવો. રાત્રિક પ્રતિક્રમણ પણ અપવાદથી પાછલી અર્ધરાત્રિથી માંડીને બીજા દિવસના સૂર્યોદય પછીના મધ્યાહ્ન સુધી કરી શકાય.
પાક્ષિક પ્રતિક્રમણ દર પખવાડિયાની ચૌદશે સાંજે કરવું જોઇએ. ચાતુર્માસિક પ્રતિક્રમણ કા.સુ.૧૪, ફા.સુ.૧૪ અને અ.સુ.૧૪ ની સાંજે કરવું જોઇએ. સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા સુદ ચોથના દિવસે સાંજે કરવું જોઇએ. સાંજે પણ એવા સમયે શરૂ કરવું જોઇએ કે જેથી દૈવસિક પ્રતિક્રમણનું વંદિત્તુ સૂત્ર સૂર્ય અડધો બુડ્યો હોય ત્યારે આવે. આજે મોટા ભાગે પાંચેય પ્રતિક્રમણનો દિવસ બરાબર સચવાતો હોવા છતાં કાળ બરોબર સચવાતો નથી.
શંકા ૩૩૫. ચાલુ પ્રતિક્રમણ કરતાં માંગલિક પ્રતિક્રમણમાં શો ફેરફાર છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org