________________
શંકા-સમાધાન
૧૫૩ સમાધાન- (૧) સકલકુશલવલ્લી સૂત્ર પછીનું ચૈત્યવંદન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હોવું જોઈએ. (૨) દેવવંદનમાં થાય કલ્યાણ કંદ સૂત્રની બોલાય છે. (૩) નમોડસ્તુ વર્ધમાના સૂત્ર પછી નમુત્થણે સૂત્ર બાદ આવતા સ્તવનના સ્થાને સંતિક સૂત્ર બોલવું જોઇએ. (૪) સજઝાયના સ્થાને “મન્નત જિણાણં' સૂત્ર બોલવું જોઈએ. આટલો ફેરફાર છે. દેવસિક પ્રતિક્રમણ જ માંગલિક હોય છે, રાત્રિક, પ્રતિક્રમણ માંગલિક ન હોય.
માંગલિક પ્રતિક્રમણ દર તેરસે અને ભા.સુ.૩ ના દિવસે ચતુર્વિધ સંઘને કરવાનું હોય છે. તદુપરાંત સાધુઓએ વિહારના દિવસે માંગલિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુઓ વિહારના દિવસે માંગલિક પ્રતિક્રમણ કરે ત્યારે તેરસની જેમ માંગલિક પ્રતિક્રમણ કરે અને વધારામાં “સુઅદેવયા' અને “જીસે ખિત્તે સાહૂ એ બે થોયના સ્થાને અનુક્રમે “જ્ઞાનાદિગુણયુતાનાં અને યસ્યાઃ ક્ષેત્ર” એ બે થોય બોલે.
શંકા- ૩૩૬. સામાયિક ઉચ્ચરે ત્યારે “છ આવશ્યક'ની વિધિ પૂર્ણ થાય, અર્થાત્ પ્રતિક્રમણ પૂર્ણ થાય ત્યાં સુધી મારે સામાયિકમાં રહેવું એવી ધારણા કરે અને ૪૮ મિનિટ પહેલાં ૨૫-૩૦-૩૫-૪૦-૪૫ મિનિટમાં પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય તો તરત સામાયિક પારી શકાય?
સમાધાન ન પારી શકાય. કારણ કે વર્તમાનમાં પૂરી ૪૮ મિનિટ સુધી સામાયિકમાં રહેવાની આચરણા છે. આ આચરણાનો ભંગ કરવાથી જિનાજ્ઞાભંગનો દોષ લાગે. કોઈને યાત્રાદિના પ્રસંગે સમયસર ટ્રેન આદિમાં પહોંચવું જરૂરી હોવાના કારણે પૂરી ૪૮ મિનિટ જેટલો સમય મળી શકે તેમ ન હોય, ત્યારે સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરીને પાંચ આવશ્યક કરી શકે છે.
શંકા- ૩૩૭. રાત્રે ત્રણ વાગે ઉઠી ગયા હોઈએ તો તે વખતે રાઈ પ્રતિક્રમણ થઇ શકે ?
સમાધાન – વિશિષ્ટ કારણ વિના આટલું વહેલું પ્રતિક્રમણ ન થાય. મુખ્ય વિધિથી તો એક મુહૂર્તન=૪૮ મિનિટ) રાત્રિ બાકી રહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org