SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૫૧ ધારણ કરાય છે. સારી આંખોથી જે જોયેલું હોય તે દીપક બુઝાઇ જાય તો પણ જણાય છે=દેખાય છે. તેથી અજ્ઞાતમૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને (બહુશ્રુત) આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.” વર્તમાનમાં પ્રચલિત પ્રતિક્રમણની વિધિમાં કર્યો વિધિ ક્યારથી શરૂ થયો ? કોણે શરૂ કર્યો ? શા માટે શરૂ કર્યો ? એ બધી વિગતો લગભગ જાણવા મળતી નથી. આમ છતાં એ વિધિ હિંસાથી રહિત અને શુભધ્યાનને ઉત્પન્ન કરનારી હોવાથી પ્રમાણ છે. આથી વર્તમાનમાં પ્રતિક્રમણનો જે વિધિ પ્રચલિત છે તેમાં આપણાથી જરા પણ ફેરફાર ન કરાય. જેમ કે સકલતીર્થ સૂત્ર લગભગ ૨૫૦-૩૦૦ વર્ષ પહેલાં જ શરૂ થયું છે. આથી કોઇ એમ કહે કે, આ સૂત્ર ન બોલીએ તો શું વાંધો ? તો કહેવું જોઇએ કે પૂરો વાંધો છે. કેમકે તે સૂત્ર પૂર્વાચાર્યોની પરંપરાથી બોલાતું હોવાથી ન બોલવામાં જિનાજ્ઞાભંગરૂપ દોષ લાગે. તે પ્રમાણે સવારના પ્રતિક્રમણમાં કરવામાં આવતા બે ચૈત્યવંદન વગેરે માટે પણ સમજવું. શંકા- ૩૩૧. પક્ષી પ્રતિક્રમણમાં કેટલેક સ્થળે અજિત-શાંતિની છેલ્લી બે ગાથાઓ શ્રાવકો સમૂહમાં બોલે છે, તો આમાં અવિધિજન્ય દોષ લાગે છે કે નહિ ? સમાધાન– અજિતશાંતિમાં સ્પષ્ટ લખ્યું છે કે સોમનો સન્ત્રર્દિ “બધાએ આ સ્તવ સાંભળવો જોઇએ'. આથી સંપૂર્ણ અજિતશાંતિ બધાએ સાંભળવી જોઇએ, સમૂહમાં ન બોલવી જોઇએ. શંકા- ૩૩૨. સામાયિક આદિમાં શ્રાવકો પોતાના શરીરના માપ કરતાં અતિશય નાના ચરવળા વાપરવા લાગ્યા છે, તો ચરવળા વિના બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરવું એ મોટો દોષ કે રમકડાં જેવા નાના ચરવળાનો ઉપયોગ કરવો એ મોટો દોષ ? સમાધાન– શાસ્ત્રીયવિધિ પ્રમાણે તો દાંડી અને દશીઓ બંને મળીને ૩૨ આંગળ જેટલો ચરવળો હોવો જોઇએ. સાધુઓએ આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy