________________
૧૫૦
શંકા-સમાધાન
-
- -
-
શાસ્ત્રસિદ્ધ આચરણા હોય તો તેનો વિરોધ કરવો એ કેટલું વ્યાજબી ગણાય ? એ વિષે સૌને શાંત ચિત્તે વિચારવા ભલામણ છે.
શંકા- ૩૩૦. રાઈ પ્રતિક્રમણ આદિ પ્રતિક્રમણની વિધિના રચયિતા કોણ છે ?
સમાધાન– રાઇપ્રતિક્રમણ આદિ પાંચે ય પ્રતિક્રમણની વિધિના રચયિતા ગણધર ભગવંતો છે, પણ પાછળથી બહુશ્રુત પૂર્વાચાર્યોની આચરણાથી તેમાં વધારો થયો છે અને ફેરફાર પણ થયો છે. પંચવટુક ગ્રંથમાં સાધુઓના દેવસિક પ્રતિક્રમણનો પ્રારંભ વર્તમાનમાં આપણે ઠાવ્યા પછી જે કરેમિ ભંતે બોલીએ છીએ તે કરેમિ ભંતે સૂત્રથી થાય છે અને નમોડસ્તુવર્ધમાનાય સ્તુતિ બોલાયા પછી પૂર્ણ થાય છે. રાઈ પ્રતિક્રમણ પણ કરેમિ ભંતે સૂત્રથી શરૂ થાય છે અને વિશાલલોચન સૂત્ર બોલાયા પછી પૂર્ણ થાય છે. યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં શ્રાવકના વિસિક પ્રતિક્રમણનો પ્રારંભ વર્તમાનમાં આપણે દેવવંદન કરીએ છીએ ત્યાંથી થાય છે અને દેવસિઅ પ્રાયશ્ચિત્તના ચાર લોગસ્સના કાયોત્સર્ગ પછી પૂર્ણ થાય છે. સવારનું રાઇપ્રતિક્રમણ ઠાવવાની વિધિથી શરૂ થાય છે અને દેવવંદન થયા પછી પૂર્ણ થાય છે.
આ સિવાય જે કોઇ વિધિ વર્તમાનમાં કરવામાં આવે છે તે બહુશ્રુતોની પરંપરાથી આવેલી આચરણારૂપ છે.
પકુખી આદિ ત્રણ પ્રતિક્રમણમાં પણ ઘણો વિધિ બહુશ્રતોની પરંપરાથી કરવામાં આવે છે. બહુશ્રુતોની પરંપરાથી આવેલી આચરણા પણ જિનાજ્ઞા સ્વરૂપ છે. જેમ સાક્ષાત્ શાસ્ત્રમાં લખેલું હોય તે જિનાજ્ઞા સ્વરૂપ છે તેમ બહુશ્રુતોની આચરણાથી આવેલું પણ જિનાજ્ઞા સ્વરૂપ છે. બહુશ્રુતોની પરંપરાથી આવેલી આચરણાનું મહત્ત્વ જણાવતાં ચૈત્યવંદન મહાભાષ્યની ગાથા ૨૨ વગેરેમાં કહ્યું છે કે, “મૂળશ્રુત (લગભગ બધું) નાશ પામ્યું છે. હમણાં ધારણ કરવામાં આવતું શ્રુત બિંદુ પ્રમાણ છે. આથી સર્વ કાર્યોમાં પરમાર્થ આચરણાથી જણાય છે. સૂત્રના વિરહમાં પણ બહુશ્રુતોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org