________________
શંકા-સમાધાન
૧૪૫
બહુવેલના બે આદેશ માગવા અનિવાર્ય ખરા ? જો અનિવાર્ય ન હોય તો સાધુ બહુવેલના આદેશ ફરી કેમ માંગે છે ?
સમાધાન પોષાતીએ સવારે પ્રતિક્રમણમાં ગુરુભગવંતની પાસે બહુવેલના બે આદેશ માગ્યા હોય તો સજ્ઝાય પછી વડીલને વંદન કરતા એ આદેશો માગવાની જરૂર નથી. સાધુઓએ પણ ગુરુ સમક્ષ એ આદેશ માગ્યા હોય તો ફરી માગવાની જરૂર નથી. કેવળ સ્થાપનાચાર્ય સમક્ષ માગ્યા હોય તો ગુરુ સમક્ષ માગવા જરૂરી છે.
પ્રતિક્રમણ સંબંધી શંકા-સમાધાન
શંકા- ૩૨૦. સવારે ઊઠી તુરત નાહીને પૂજા સેવા કર્યા પછી પ્રતિક્રમણ થઇ શકે ?
સમાધાન– પૂજા કર્યા બાદ પ્રતિક્રમણ ન થઇ શકે. કેમ કે શાસ્ત્રમાં પ્રતિક્રમણ કર્યા પછી પૂજા કરવાનું વિધાન છે.
શંકા—૩૨૧. ૨ાઇ વગેરે પાંચ પ્રતિક્રમણનો વિધિ પુસ્તકમાં જોવામાં આવે છે, પણ માંગલિક પ્રતિક્રમણનો વિધિ ગુરુગમથી જાણવો પડે છે. એ વિધિ કોઇ પણ પુસ્તકમાં કેમ નથી ?
સમાધાન– માંગલિક પ્રતિક્રમણનો વિધિ ગુરુગમથી જણાઇ આવતો હોવાથી પુસ્તકમાં લખાતો નથી. આમ છતાં પુસ્તકમાં લખાય તો વધારે સારું થાય. આમાં બહુ ફેરફારને અવકાશ ન હોવાથી અને સહેલાઇથી સમજી શકાય એવો હોવાથી પુસ્તકમાં છપાતો નથી.
શંકા— ૩૨૨. પ્રતિક્રમણ કેટલા સમયમાં પૂરું કરવું એવો નિયમ નથી, પણ સામાયિકનો સમય ૪૮ મિનિટથી ઓછો ન હોવો જોઇએ. ઝડપથી બોલનારની પ્રતિક્રમણની વિધિ ૪૮ મિનિટ પહેલાં પૂરી થઇ જાય. એના માટે સામાયિકનો સમય પૂરો કરવા માટે સવારના પ્રતિક્રમણમાં છેલ્લા બે ચૈત્યવંદન ઉમે૨વામાં આવ્યા છે. સાંજના પ્રતિક્રમણમાં સઝાય વગેરે ઉમેરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ધીરેથી બોલનારનો ૪૮ મિનિટનો સમય ઉમેરેલી વિધિ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org