________________
૧૪૬
શંકા-સમાધાન વિના જ પૂરો થઈ જતો હોય તો સમય પૂરો કરવા ઉમેરેલી વિધિ ન કરે તો ચાલે કે કેમ ?
સમાધાન– અહીં પહેલી વાત એ છે કે પ્રતિક્રમણમાં પાછળથી વિધિ ઉમેરાઈ છે તે બધી જ વિધિ સમય પૂરો કરવા માટે જ ઉમેરાઈ છે એવો નિયમ નથી. કોઈક વિધિ શાસ્ત્રવિધિનું પાલન કરવા માટે, કોઇક વિશેષ આરાધના માટે, કોઇ વિધિ સમય પૂરો કરવા માટે, એમ અનેક કારણથી વિધિઓનો ઉમેરો થયો છે. ગમે તે કારણથી ઉમેરો થયો હોય, પણ જે વિધિને ગીતાર્થ પૂર્વાચાર્યોએ માન્ય કરી હોય તે વિધિનું બધાએ પાલન કરવું જોઇએ. ગીતાર્થ પૂર્વાચાર્યોએ જે આચર્યું હોય તે પણ જિનાજ્ઞારૂપ છે. જેમ શાસ્ત્રમાં જે વિધિ કહી છે તે જિનાજ્ઞારૂપ છે, તેમ ગીતાર્થ પૂર્વાચાર્યોએ જે વિધિનું આચરણ કર્યું હોય તે વિધિ પણ જિનાજ્ઞારૂપ છે એમ અનેક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. આ વિષે ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે- “અજ્ઞાત મૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.” અહીં અજ્ઞાતમૂળ વાળી એટલે ક્યારથી શરૂ થઈ અને કોણે શરૂ કરી તે જાણવામાં ન આવ્યું હોય તેવી. તેથી વર્તમાનમાં પ્રસિદ્ધ પ્રતિક્રમણની વિધિ પૂર્વાચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણારૂપ હોવાથી બધાએ કરવી જ જોઈએ. જો ન કરે તો જિનાજ્ઞાભંગનો દોષ લાગે. માટે ધીરેથી બોલનારનો સામાયિકનો ૪૮ મિનિટનો સમય ઉમેરેલી વિધિ વિના જ પૂરો થઈ જતો હોય તો પણ ઉમેરેલી વિધિ કરવી જ જોઈએ.
શંકા- ૩૨૩. એક બાજુ એમ કહેવાય છે કે “ભગવાને કહેલું જ અમે કહીએ છીએ. અમારા પોતાના મત મુજબનું કાંઈ જ કહેતા નથી. તો પછી એમની રચનાઓમાં ઉમેરો કરવો એ પોતાનો મત ગણાય કે નહિ ?
સમાધાન– શાસ્ત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે. તેમાં જીતવ્યવહાર આવે છે. જીત એટલે સંવિગ્ન ગીતાથએ પ્રવર્તાવેલો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org