________________
૧૪૪
શંકા-સમાધાન
નથી. આમ સેનપ્રશ્ન ઉલ્લાસ ૨, પ્રશ્ન ૩૦૬માં કહ્યું છે. અન્ય ગ્રંથોમાં હસ્તાદિશરીરનો સ્પર્શ એ અનંતર સંઘટ્ટો છે અને વસ્ત્રનો સ્પર્શ એ પરંપર સંઘટ્ટો છે એમ કહ્યું છે.
શંકા- ૩૧૮. શ્રાવકો ઉપધાનમાં મહાનિશીથ યોગવાળા પાસેથી આદેશ મળે પછી જ પોષહ આદિ વિધિ કરી શકે, એમ ચાલુ પૌષધમાં પણ ગુરુ મહારાજ પાસેથી આદેશ મળ્યા બાદ જ આગળ વધી શકાય એવો નિયમ ખરો ?
સમાધાન– ચાલુ પૌષધમાં પણ શક્ય હોય તો ગુરુ મહારાજ પાસેથી બધા આદેશો મેળવીને જ પૌષધ-પડિલેહણ વગેરે કરવું જોઈએ. આમ છતાં સાધુ મહારાજ ઓછા હોય અને પૌષધ લેનારા ઘણા હોય, એમાં પણ શ્રાવકો છૂટા છૂટા આવે અથવા સાધુઓ ઉપરના હોલમાં અને શ્રાવકો નીચેના હોલમાં હોય, ઈત્યાદિ સંયોગોમાં શ્રાવકો પોતાની મેળે પોષણ ઉચ્ચારી લે, પડિલેહણદેવવંદન કરી લે. પછી બધા ભેગા થઈને ગુરુ માની પાસે પહેલાં પૌષધના આદેશ માગે, પછી પડિલેહણના આદેશ માગે, પછી રાઈ મુહપત્તિ કરે. આટલું પણ શક્ય ન બને તો એક પૌષાતી પડિલેહણ આદિ ક્રિયા કરતાં પહેલાં ગુરુ મ. પાસે જઈને સાહેબ પડિલેહણ કરીએ છીએ, સાહેબ ! પચ્ચક્ખાણ પારીએ છીએ એમ આદેશ માગે, પછી બધા પડિલેહણ વગેરે ક્રિયા કરે તો ચાલે.
ઉપધાનના પૌષધમાં અને ચાલુ પૌષધમાં ઘણો ફરક છે. ઉપધાનના પૌષધ ગુરુ મ.ની નિશ્રા વિના ન જ થઈ શકે, જ્યારે ચાલુ પૌષધ ગુરુ મ.ની નિશ્રા વિના પણ થઈ શકે. પૂર્વે આનંદ વગેરે શ્રાવકો ગુરુ મ.ની નિશ્રા વિના પણ પૌષધ કરતા હતા, વર્તમાનમાં પણ વિરતિપ્રિય શ્રાવકો ગુરુ મ.ની નિશ્રા વિના પૌષધ કરે છે. આનો સાર એ છે કે શક્ય હોય તો ગુરુ મ. પાસે આદેશો લે અને શક્ય ન બને તો ઉપર કહ્યું તેમ કરે.
શંકા- ૩૧૯. પોષાતીએ સવારે પ્રતિક્રમણમાં બહુવેલના બે આદેશ માગ્યા હોય તો પણ સજઝાય પછી વડીલને વંદન કરતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org