________________
શંકા-સમાધાન
૧૪૩
શંકા- ૩૧૩. “મન્નત જિણાણે”ની સજઝાય પૌષધમાં બોલવામાં આવે છે. ત્યારે ખેસ ઓઢવામાં આવતો નથી. તેમાં કોઈ હેતુ છે?
સમાધાન- શરીર ઉપર શ્રાવકો પૌષધમાં જે રીતે ખેસ પહેરે છે તે જ રીતે સાધુઓએ કપડો (વર્તમાનમાં પાંગરણી) પહેરવાનો છે. હવે મકાનમાં કોઈ પણ ક્રિયા સાધુઓએ કપડાં પહેર્યા વિના જ કરવાની છે. કપડાનો ઉપયોગ બહાર જતાં કે દહેરાસર જતાં કરવાનો છે. આથી સ્વાધ્યાય પણ કપડાં પહેર્યા વિના કરવાનો છે. આના અનુકરણ રૂપે શ્રાવકો પૌષધમાં “મન્નત જિણાણે” સજઝાય બોલે ત્યારે ખેસ પહેરતા નથી એવી આચરણા છે.
શંકા- ૩૧૪. પોષાતી શ્રાવક કોઈ પણ બોલીની ઉછામણી બોલી શકે ?
સમાધાન– પૌષદમાં પરિગ્રહનો ત્યાગ કર્યો હોવાથી બોલીની ઉછામણી બોલી શકાય નહિ. આમ છતાં કોઈ કોઈ શ્રાવક બોલી ન બોલવી પડે એવા આશયથી સામાયિક-પૌષધમાં બેસી જાય એવું બને છે. આથી વર્તમાનમાં સામાયિક પૌષધમાં બોલીની ઉછામણી બોલવાની આચરણા જોવામાં આવે છે.
શંકા- ૩૧૫. શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પૌષધમાં ગહુંલી કરી શકે ? સમાધાન– ન કરી શકે. શંકા- ૩૧૬. પોષાતી બહેનો રસ્તામાં ગીત ગાતી ઉપાશ્રય વગેરે સ્થળે જઈ શકે ?
સમાધાન ન જઈ શકે. રસ્તામાં ચાલતાં ચાલતાં બોલવાનો પણ નિષેધ છે, તો ગીત ક્યાંથી ગવાય ? પોસાતીઓએ પણ ચાલવામાં પગ નીચે કોઈ જીવો ચગદાઈને મરી ન જાય, તેનો ઉપયોગ રાખવો જોઈએ, ગીત ગાતા ગાતા જાય તો આમાં ઉપયોગ ક્યાંથી રહે?
શંકા- ૩૧૭. પૌષધ વગેરેમાં પુરુષને માટે સ્ત્રીનો પરંપર સંઘટ્ટો પણ ત્યાજય છે. અહીં પરંપર સંઘટ્ટાની શી વ્યાખ્યા ?
સમાધાન- સ્ત્રી અને પુરુષની વચ્ચે બે પુરુષ હોય ત્યાં સુધી પરંપર સંઘટ્ટો ગણાય, બેથી વધારે હોય તો પરંપર સંઘટ્ટો ગણાતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org