________________
શંકા-સમાધાન
“આહારપોસહં સવ્વઓ એમ સર્વથા આહારનું પચ્ચક્ખાણ કરાવવામાં આવે છે. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૨૪૨)
૧૪૨
શંકા— ૩૧૦. “પૌષધ લીધા પહેલાં જિનપૂજા કરી શકાય તો કરી લેવી” એમ મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સંસ્થા તરફથી પ્રકાશિત થયેલા શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર પુસ્તક (પૃ. ૪૮૦)માં છે. તો આ બરાબર છે ? શું આ વાસક્ષેપપૂજાની અપેક્ષાએ સમજવું ?
સમાધાન– પૌષધ લીધા પહેલાં જિનપૂજા કરવાનો વિધિ પ્રતિમાધારી શ્રાવક માટે જ છે, તે સિવાયના શ્રાવકો માટે નથી. આથી “પૌષધ લીધા પહેલાં જિનપૂજા કરી શકાય તો કરી લેવી.” એ લખાણ બરોબર નથી. પ્રતિમાધારી માટે આ વાત ઘટી શકે. બાકી પ્રતિમાધારી શ્રાવક સિવાયના શ્રાવકો માટે પૌષધ લેતા પહેલાં વાસક્ષેપ પૂજા કરવાનો પણ વિધિ નથી. પૌષધ સૂર્યોદય પહેલાં લેવાનો વિધિ છે અને વાસક્ષેપપૂજા સૂર્યોદય પછી કરવાનો વિધિ છે. આથી આ બંનેનો મેળ બેસી શકે નહિ.
શંકા— ૩૧૧. પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો તે પહેલાં કે પછી ચૈત્યવંદન કરવું તેવી વિધિ છે ? સમાધાન– પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો તે પહેલાં કે પછી ચૈત્યવંદન કરવું તેવી વિધિ નથી.
શંકા- ૩૧૨. પોસાતીએ પ્રહર અથવા દોઢ પ્રહર દિવસ ચડે ત્યારે દેરાસરમાં જઇ દેવવંદન કર્યા હોય, તો તેઓને કાળવેળાએ ફરી દેવવંદન કરવું પડે કે નહિ ?
સમાધાન જેણે અકાળે દેવવંદન કર્યું હોય, તેણે કાળ વેળાએ ફરી દેવવંદન કરવા જોઇએ. કેમ કે કાળ વેળાનું કાર્ય કાળ વેળાએ જ કરવું જોઇએ. પરંપરા પણ એ જ દેખાય છે. આજે અશક્ત બાળક વગેરેને વહેલા દેવવંદન કરાવીને વાપરવા બેસાડી દેવામાં આવે છે, તે આપવાદિક સમજવું.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org