________________
શંકા-સમાધાન
૧૪૧ સજઝાય કરવી, રાઇ મુહપત્તિ કરવી. આ બધું અવશ્ય કરવું જોઇએ કે ન કરે તો ચાલે ? સમાધાન- અનુકૂળતા હોય તો આ બધું કરવું જોઇએ. શંકા- ૩૦૬. સવારે સામાયિક લીધા પછી પૌષધ કરવાની ભાવના થઈ તો એ સામાયિકમાં જ પૌષધ લેવાય કે સામાયિક પારી પૌષધ લેવાય ?
સમાધાન- લીધેલ સામાયિક પાર્યા વિના પણ પૌષધ લઈ શકાય.
શંકા- ૩૦૭. પોષાતી પ્રથમ દર્શન કરવા જાય કે પ્રથમ ગુરુવંદન કરે ?
સમાધાન- સાધુ કે શ્રાવક સવારનું પ્રતિક્રમણ કરે છે તેમાં ગુરુવંદન આવે છે. દર્શન કરવા પડી જાય છે. આ દૃષ્ટિએ વિચારતાં પહેલાં ગુરુવંદન કરવું જોઇએ. તેમાં પણ વર્તમાનમાં પોષાતીઓ રાઈ મુહપત્તિ કરે છે. રાઈ મુહપત્તિ કરવાથી ગુરુની સાક્ષીએ સંક્ષિપ્ત પ્રતિક્રમણ થાય છે. આ દષ્ટિએ વર્તમાનમાં પોષાતીઓ માટે દેવવંદન કરીને સજઝાય કર્યા પછી તુરત રાઈ મુહપત્તિ કરવાનો વિધિ છે. રાઈ મુહપત્તિ કર્યા પછી બધા સાધુઓને વંદન કરે અને પછી જિનમંદિરે જિનદર્શન-ચૈત્યવંદન કરવા જાય.
શંકા- ૩૦૮. પૌષધમાં એકાસણું કરનારને પર્વતિથિ સિવાય લીલું શાક કહ્યું કે નહિ ?
સમાધાન- પૌષધમાં પર્વતિથિ સિવાય પણ લીલું શાક ન કલ્પે. (વિવિધ પ્રશ્નોત્તર ભાગ-૧ પ્રશ્ન-૨૫)
શંકા- ૩૦૯. સંધ્યા સમયે જે શ્રાવક શ્રાવિકા રાત્રિ પૌષધ અંગીકાર કરે તે પૌષધ ઉચ્ચર્યા પછી પાણી વાપરી શકે ?
સમાધાન– સવારે દિવસનો પૌષધ કર્યો હોય અને બપોરે ભાવની વૃદ્ધિ થતા જો રાત્રિ પૌષધ અંગીકાર કરે અથવા સવારે પૌષધ ન કર્યો હોય અને સાંજે જ રાત્રિ પૌષધને અંગીકાર કરે તેઓ રાત્રિ પૌષધ લીધા પછી પાણી વાપરી શકે નહિ. કારણ કે રાત્રિનો પૌષધ કરનારને પૌષધ વ્રતનો જે પાઠ ઉચ્ચરાવવામાં આવે છે, તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org