________________
માધાન
૧૦૯
નીકળતો અને એ વરઘોડો છેલ્લે દીક્ષાસ્થળે પૂર્ણ થતો હતો. આજની જેમ દીક્ષાર્થી અલગ વરઘોડો કાઢીને વરસીદાન આપતા ન હતા.
શંકા- ૨૫૬. વર્ષીદાનમાં ઉછાળેલા ચોખા બીજાઓના પગ નીચે આવે તો વર્ષીદાન કરનારને દોષ લાગે ?
સમાધાન- વર્ષીદાનમાં ઉછાળેલા ચોખા બીજાઓના પગ નીચે આવે, એથી વર્ષીદાન કરનારને દોષ ન લાગે. વર્ષીદાનમાં ચોખા ઉછાળવાની પાછળ “પુણ્યથી મળેલાં સુખનાં સાધનોને આ રીતે ફેંકી દેવા જોઇએ, તજી દેવા જોઈએ, આ રીતે તજી દેવાથી જ આત્મહિત સાધી શકાય છે” એવો ઉચ્ચ હેતુ રહેલો છે.
શંકા- ૨૫૭. તીર્થકરો જે વરસીદાન આપે છે તે અનુકંપાદાન છે કે બીજું કોઈ દાન છે? જો એ અનુકંપાદાન હોય અને વર્તમાનમાં દીક્ષાર્થીઓ જે વરસીદાન આપે છે, એ પણ અનુકંપાદાન ગણાય, તો શ્રાવકોથી એ દાન લેવાય ?
સમાધાન તીર્થંકરો વરસીદાન “ધર્મની પ્રભાવના કરવાની બુદ્ધિથી અને લોકો ઉપરની અનુકંપાથી” આપે છે. આથી વરસીદાનને કેવળ અનુકંપાદાન ન કહેવાય. ચોસઠ ઇન્દ્રો પ્રભુના હાથનું દાન લે છે. તેથી એ દાનના પ્રભાવથી બે વરસ સુધી તેમના જીવનમાં કોઈ કલહ થતો નથી. ચક્રવર્તી જેવા રાજાઓ પણ પ્રભુના હાથનું દાન લે છે. તેથી તેમનો ભંડાર બાર વરસ સુધી અક્ષય રહે છે. રોગીઓ પણ પ્રભુના હાથનું દાન લે છે. તેથી તેમને બાર વરસ સુધી નવો રોગ થતો નથી. આથી શ્રાવકો દીક્ષાર્થીઓનું દાન લઈ શકે છે તથા આ દાનના પ્રભાવથી અમારા ત્યાગના પરિણામ થાય અને જીવનમાં સમાધિ રહે એવી ભાવનાથી ઘરમાં રાખી શકે છે. વર્તમાનમાં દીક્ષાર્થીઓ જે વરસીદાન આપે છે તે અનુકંપાદાન નથી, કિંતુ શાસનપ્રભાવક દાન છે અને આ બધું છોડવા જેવું છે એનું બોધક દાન છે. નાણું વગેરે ઉછાળીને-ફેંકીને દીક્ષાર્થી એ જણાવે છે કે આ બધું છોડવા જેવું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org