________________
શંકા-સમાધાન
શંકા- ૨૫૮. જ્યારે ભગવાન વર્ષીદાન આપે ત્યારે શ્રાવકો તે દાન લેવા આવે ?
૧૧૦
સમાધાન જ્યારે ભગવાન વર્ષીદાન આપે ત્યારે શ્રાવકો પણ તે દાન લેવા આવે એમ જણાય છે. કારણ કે પ્રભુજીના હાથથી સ્વીકારાયેલા દાનથી રોગીઓને બાર વર્ષ સુધી નવો રોગ થતો નથી વગેરે પ્રભાવની અનુભૂતિ થાય છે. પણ શ્રાવકો શેષમાત્ર લે, વધારે ન લે, એમ જણાય છે.
શંકા- ૨૫૯. અત્યારે દીક્ષાર્થી વર્ષીદાન આપે તે શ્રાવકથી લેવાય કે નહિ ? તથા શ્રાવક તે દાન લે તો તે પૈસાનો ઉપયોગ શું કરે? તે પૈસાનો ઉપયોગ પોતાના માટે કરી શકે કે નહિ ?
સમાધાન– અત્યારે દીક્ષાર્થી વર્ષીદાન આપે તે શ્રાવકથી લેવાય. પણ તે પૈસાનો ઉપયોગ પોતાના માટે ન કરતાં એક પવિત્ર વસ્તુ તરીકે પોતાના ઘરમાં રાખે અને આના પ્રભાવથી મારામાં અને મારા કુટુંબમાં ત્યાગભાવના વૃદ્ધિ પામે એવી ભાવના રાખે.
શંકા— ૨૬૦. પૂર્વે વ૨સીદાનના વરઘોડામાં ચોખા, બદામ અને નાણું આ ત્રણ જ વસ્તુ ઉછાળવામાં આવતી હતી. હાલમાં એ ત્રણ વસ્તુ ઉપરાંત રૂપિયાની નોટો, કપડાં, વાસણ વગેરે પણ ઉછાળીને અપાય છે તે યોગ્ય છે ?
સમાધાન– તીર્થંકરોના વરસીદાનના કાળ દરમિયાન તીર્થંકરના પિતા ત્રણ મોટી શાળાઓ કરાવે છે. એક શાળામાં અન્ન વગેરે આપે છે. બીજી શાળામાં વસ્ત્ર આપે છે, ત્રીજી શાળામાં આભૂષણ આપે છે. આથી કપડાં વગેરે ઉછાળીને આપવામાં બાધ નથી. જેનાથી શાસન પ્રભાવના થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિ યોગ્ય જ ગણાય.
નવકાર મહામંત્ર સંબંધી શંકા-સમાધાન
શંકા- ૨૬૧. નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી ? તેની ઉત્પત્તિ ક્યારે થઇ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org