________________
૧૦૮
શંકા-સમાધાન શંકા- ૨૫૧. કેટલાક ગામોમાં વરઘોડામાં પુરુષો અને સ્ત્રીઓ પણ નાચે છે. વળી આગેવાન પુરુષોના હાથ પકડી-પકડીને બળાત્કારે એમને નાચવામાં સામેલ કરાય છે. આ બધું યોગ્ય છે? સમાધાન– જરા ય યોગ્ય નથી. શંકા- ૨૫૨. વરઘોડામાં રસ્તામાં સ્ત્રીઓ નાચે તે યોગ્ય છે? સમાધાન– જરાય યોગ્ય નથી. સાધુઓએ અને વિવેકી શ્રાવકોએ આ બંધ કરાવવું જોઈએ.
શંકા- ૨૫૩. વરઘોડામાં સ્ત્રીઓ ગીત ગાય તે બરાબર, પણ પુરુષોની જેમ સૂત્રોચ્ચાર કરે તે યોગ્ય છે ?
સમાધાન- યોગ્ય નથી.
વર્ષીદાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૫૪. તીર્થકરો કયા કારણથી વર્ષીદાન આપે છે ? સમાધાન– તીર્થકરો ધર્મપ્રભાવનાની બુદ્ધિથી અને લોકોની અનુકંપાથી વર્ષીદાન આપે છે. (લોકપ્રકાશ સર્ગ ૩૦, ગાથા ૮૨)
શંકા- ૨૫૫. વરસીદાનનો વરઘોડામાં વાસણ-વસ્ત્રો આદિ ઉછાળાય છે, ફેંકાય છે, તેની ઝૂંટાઝૂટ થાય છે અને મારામારી પણ થાય છે. તો આનાથી શાસનપ્રભાવના કેવી રીતે થાય ? ઉછાળી ફેંકીને અપાય છે તે બળિયાઓ લઈ જાય છે ને નબળા રહી જાય છે. હાથોહાથ અપાય તો દરેકને મળે અને મારામારી ન થાય. તેથી શાસનપ્રભાવના તો દરેકને મળે માટે હાથોહાથ અપાય તેમાં જ મનાવી જોઇએ કે નહિ ?
સમાધાન– વરસીદાનમાં બધા જ સ્થળે ઝૂંટાઝૂટ કે મારામારી થાય જ છે એવું પણ નથી. જ્યાં ઉછાળીને આપવામાં ઝૂંટાઝૂટની કે મારામારીની સંભાવના હોય ત્યાં હાથોહાથ આપવામાં પણ વાંધો નથી તથા થાળી વગેરે ભારે વસ્તુ ઉછાળવાના બદલે હાથોહાથ આપવી વધારે ઉચિત છે. જેથી કોઇને વાગી જવાનો ભય ન રહે. પૂર્વે તો જે દિવસે દીક્ષા થવાની હોય તે જ દિવસે દીક્ષાર્થીનો વરઘોડો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org