________________
શંકા-સમાધાન
૧૦૭
ઘોંઘાટ, સ્તવનો ગાવા વગેરે બધું જ બેન્ડવાળાઓ પાસે બંધ કરાવી શકે. આધુનિક બેન્ડ રાખ્યા વિના ચાલે એમ ન હોય, તો છેવટે આટલું નિયમન તો કરાવી જ શકાય. દરેક સ્થળે નિયત બેન્ડવાળા દર વર્ષે આવતા હોય છે. એટલે એકબીજાથી પરિચિત હોય છે. જો કાર્યકર્તાઓ પ્રેમથી બરોબર સમજાવે તો પ્રાયઃ ક૨ીને બેન્ડવાળાઓ આ બધી બાબતો માન્ય રાખે. છતાં ન માને તો ઉચિત વધારે દામ આપીને પણ આ કાર્ય કરાવી શકાય. આ માટે આગેવાનોમાં પ્રબળ વિધિપ્રેમ હોવો જોઇએ.
શંકા- ૨૪૯. ભગવાનની રથયાત્રાના વરઘોડાના ચડાવાની રકમમાંથી વરઘોડા સંબંધી જે ખર્ચ થયો હોય તે આપી શકાય ? જૈન બેન્ડવાળાને રકમ આપી શકાય ?
સમાધાન– ન આપી શકાય. જૈનેતર બેન્ડવાળાને પણ ન આપી શકાય, તો જૈન બેન્ડવાળાને તો કેવી રીતે આપી શકાય ? વરઘોડા સંબંધી કોઇ પણ ખર્ચ વરઘોડાના ચડાવાની રકમમાંથી ન આપી શકાય.
શંકા— ૨૫૦. વરઘોડામાં યુવાનો નાચે છે અને આગેવાનોને પણ પકડી-પકડીને પરાણે નાચવામાં સામેલ કરાય છે. આ બધું આપણી સંસ્કૃતિને અનુરૂપ છે ?
સમાધાન– વરઘોડામાં નાચે એમાં વાંધો નથી. કારણ કે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં કહ્યું છે કે “ચૈત્યપરિપાટી આદિના સમયે જિનમંદિરના આગળના આંગણા વગેરે સ્થાને હ્રદયને આનંદ આપનારા રાસડા, દાંડિયારાસ અને ચર્ચરી પોતે કરે અને બીજા પાસે પણ કરાવે.” મંડળ રૂપે કે મંડળી રૂપે ભેગા થઇને ગીત-નૃત્ય કરે તેને ચર્ચરી કહેવામાં આવે છે. આથી વરઘોડામાં નાચે એમાં વાંધો નથી, પણ એ નૃત્ય શાસ્ત્રીય પદ્ધતિનું હોવું જોઇએ. આધુનિક અભિનેતાઓના જેવું અશ્લીલ અને વિકારી નૃત્ય ન હોવું જોઇએ. ઉલ્લાસથી પ્રેરાઇને નાચવા આવે, એ બરાબર ગણાય. પણ આ માટે આગેવાનોને ખેંચી ખેંચીને લાવવા અને નચાવવા, એ યોગ્ય ગણાય નહિ.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org