________________
શંકા-સમાધાન
સમાધાન— અહીં મૂળમાં જ ભૂલ છે. જે વૃક્ષનાં મૂળિયાં જ ઝેરી હોય, તે વૃક્ષના ડાળી-પાંદડાં પણ ઝેરી જ હોય. સર્વપ્રથમ રાષ્ટ્રીય સ્તરે મહાવીર પરમાત્માના ૨૬૦૦મા વર્ષની ઉજવણી જ ખોટી છે. આપણા શાસ્ત્રોમાં દર વર્ષે મહાવીર પરમાત્માના જન્મકલ્યાણક વગેરે કલ્યાણકોની ઉજવણીનું વિધાન છે અને તે મુજબ સંઘમાં દર વર્ષે યથાશક્તિ જન્મકલ્યાણક વગેરેની ઉજવણી થયા જ કરે છે. જન્મકલ્યાણકની ઉજવણી યોગ્ય જીવો જ ઉજવી શકે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જ ઉજવી શકાય. ૨૬૦૦મા જન્મ મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે રચાયેલી રાષ્ટ્રીય સમિતિના સભ્યોમાં તેવી કોઇ યોગ્યતા જ નથી અને શાસ્ત્રોક્ત વિધિનું પણ કોઇ જ્ઞાન નથી. ધાર્મિક કાર્યો પૂ. આચાર્યોના માર્ગદર્શન મુજબ થવા જોઇએ. રાષ્ટ્રીય ઉજવણીમાં આચાર્યોનું માર્ગદર્શન લેવામાં આવ્યું નથી. આ રાષ્ટ્રીય સમિતિએ ધર્મના યથાર્થજ્ઞાનથી રહિત કેટલાક કહેવાતા જૈનોને બોલાવીને જૈનોની મહાસમિતિ બનાવી છે. આ મહાસમિતિ પણ આચાર્યોનું માર્ગદર્શન મેળવ્યા વિના યથેચ્છ રીતે રાષ્ટ્રીય સમિતિને ઉજવણીમાં સહકાર આપી રહી છે. આથી આમાં જેટલું ખોટું થાય એટલું ઓછું જ ગણાય. આ ઉજવણીમાં લગભગ બધું જ ખોટું છે, એમ અવશ્ય કહી શકાય.
૧૦૪
આ
આપણા વર્તમાન સંઘમાં સંપનો અભાવ એ મોટી ખામી છે. એના કારણે આવા લોકો પોતાનું ધાર્યું કરવામાં ફાવી જતા હોય છે. વિષયમાં આપણી નિષ્ક્રિયતા શાસનરાગની ખામીને સૂચવે છે. જો માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ગચ્છાધિપતિ આચાર્યો અને શક્તિસંપન્ન શ્રમણો એકઠા થઇને આનો પ્રબળ વિરોધ કરે, તો આ બધું જ અટકી જાય. પણ એવું થાય તેવી શક્યતા જણાતી નથી. આથી “ગામ ન ફેરવાય પણ ગાડું ફેરવાય” એ કહેવતને યાદ કરીને વ્યક્તિગત રીતે આવી આશાતનાઓથી બચવા માટે આપણે તેવી ટિકિટોનો ઉપયોગ ન કરવો જોઇએ. સરકારે મહાવીર પરમાત્માની ૨૬૦૦મા વર્ષની ઉજવણી નિમિત્તે જે મુદ્દાઓ તૈયાર કર્યા છે, તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org