________________
શંકા-સમાધાન
૧૦૫
ટિકિટથી પણ કઈ ગણા ચઢી જાય, તેવા ભયંકર દોષવાળા જૈનશાસનને મોટી હાનિ પહોંચાડનારા મુદ્દાઓ છે. ૨૬00મા જન્મવર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં થનારા શાસનના મહાનુકસાનને આપણે ન રોકી શકીએ, તો પ્રાણના ભોગે પણ શાસનરક્ષા કરનારા મહાપુરુષોને યાદ કરીને તેમના એ કાર્યની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ તથા શાસનરક્ષા ન કરી શકવા બદલ આપણી જાતને હૃદયથી ધિક્કારીએ, તો પણ તેટલા અંશે સારું ગણાય.
શંકા- ૨૪૩. જેમાં ભગવાનની મૂર્તિ વગેરે હોય કે સાધુભગવંતની મૂર્તિ વગેરે હોય તેવા છોડ બાંધીને તેની નીચે તપસ્વી બેસીને પારણું કરી શકે ? અથવા તપ નિમિત્તે રાખેલી સાંજીમાં એવા છોડની નીચે બેસી શકે ?
સમાધાન– ન બેસી શકે. કારણ કે ભગવાન વગેરેને પૂંઠ થાય. ભગવાન વગેરેને પૂંઠ કરીને બેસવું એ આશાતના છે. આમ છતાં આશાતનાના કારણે તપસ્વીઓ આવી આશાતના કરતા હોય છે. ભગવાન, જ્ઞાન અને સાધુ-સાધ્વી સિવાય બીજા કોઈ સ્થાને છોડનો ઉપયોગ ન કરી શકાય.
શંકા- ૨૪૪. શ્રી મહાવીર સ્વામીના કુલ સાધુ ૧૪ હજાર હતા. તેથી શ્રી ગૌતમ સ્વામીના પ૦ હજાર શિષ્યો હતા એ વાત શી રીતે ઘટે ?
સમાધાન- શ્રી મહાવીર સ્વામીના ૧૪ હજાર શિષ્યો હતા એ પોતાના શિષ્યો સમજવા, પ્રશિષ્યો નહિ. આથી શ્રી ગૌતમ સ્વામીના ૫૦ હજાર શિષ્યો હતા એ ઘટી શકે છે.
શંકા- ૨૪૫. શ્રી ઋષભદેવ ભગવાનના કુલ સાધુ ૮૪,૦૦૦ હતા. આચાર્ય શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રોડની સાથે મુક્તિમાં ગયા એ વાતનો મેળ કેવી રીતે બેસે ?
સમાધાન ઋષભદેવ સ્વામીના કુલ ૮૪ હજાર સાધુઓ હતા એ ઋષભદેવના પોતાના શિષ્યો સમજવા, પ્રશિષ્યો નહિ. પ્રશિષ્યો તો ક્રોડોની સંખ્યામાં હતા. આથી શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રોડની સાથે મુક્તિમાં ગયા એમાં કોઈ વિરોધ નથી.
શ્રી પુંડરીકા નહિ. માતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org