________________
શંકા-સમાધાન
૧૦૩
પમાડનારા બને છે.” આ જ પંચાશકની પંદરમી ગાથામાં કહ્યું છે કે- “સ્વમતિ મુજબની ધર્મપ્રવૃત્તિ સંસારનું કારણ બનતી હોવાથી મોક્ષની ઇચ્છાવાળા જીવે પરલોકનાં સર્વ કાર્યોમાં ભાવની શુદ્ધિપૂર્વક સંપૂર્ણ આદરથી આજ્ઞા મુજબ જ પ્રવૃત્તિ કરવી જોઇએ.”
શંકા- ૨૪૦. ભગવાનના ફોટા કે મૂર્તિઓ ખંડિત થયા હોય તો તેને કઇ જગ્યાએ પરઠવવા જોઇએ અને તેને પરઠવવાનો વિધિ શો છે ?
સમાધાન– પરઠવવા એવા શબ્દપ્રયોગના સ્થાને વિસર્જન ક૨વું, પધરાવી દેવું, આવો પ્રયોગ બરાબર ગણાય. વિધિકારને પૂછીને વિધિપૂર્વક પર્વત વગેરેની ખીણમાં કે જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં ફોટા પધરાવી શકાય. ખંડિત મૂર્તિને પધરાવવાની વિધિ લાંબી હોવાથી વિધિકા૨ક પાસેથી જ જાણી લેવી જોઇએ. આવી મૂર્તિ વિસર્જનની વિધિ કર્યા બાદ દરિયામાં પધરાવી દેવાતી હોય છે. શંકા- ૨૪૧. તીર્થંકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે કે પહેલા ત્રિપદી આપે ?
સમાધાન– તીર્થંકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે. દરેક તીર્થંકર પહેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, આમાં સાધુઓ હોય તો જ ચતુર્વિધ સંઘ થાય. માટે તીર્થંકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે છે, પછી ત્રિપદી આપે છે.
શંકા- ૨૪૨. હાલમાં ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક નિમિત્તે પોસ્ટલ ટિકિટ છાપવામાં આવેલ છે. તેનાથી આશાતના નહિ થાય ? ટિકિટો ગુંદર ન હોવાના કારણે થુંક લગાડીને ચોંટાડવાની, ત્યારબાદ પોસ્ટમેન દ્વારા ભગવાનની છબી ઉપર લોઢાની મહો૨-સિક્કો લગાડાય, પોસ્ટ વિતરણ થયા બાદ એ ટિકિટવાળું કવર ફેંકી દેવામાં આવે, એ પડે મળ-મૂત્રમાં. આ રીતે કેટલો બધો દોષ ? હવે તો કેલેન્ડરમાં પણ પ્રભુજીના ફોટા છપાય છે. આશાતનાથી બચવા માટે ઉપાય શું ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org