________________
૭૪
શંકા-સમાધાન
બોલી શકાય છે. મૂળનાયકના ચૈત્યવંદનાદિ બોલાય તો તો વધુ સારું પણ બીજા ન જ બોલાય, એવો નિયમ ન બાંધી શકાય.
શંકા- ૧૯૨. પતિ-પત્ની અથવા અન્ય કોઇપણ સ્ત્રી-પુરુષ આ બેમાંથી કોઇપણ એક પક્ષને ચૈત્યવંદન કરતાં આવડતું ન હોય ત્યારે દેરાસરમાં સ્ત્રી-પુરુષ સાથે બેસીને ચૈત્યવંદન કરે તે યોગ્ય છે ?
સમાધાન જરા ય યોગ્ય નથી.
શંકા- ૧૯૩. ગૃહસ્થો જે કપડા પહેરીને સંડાસ-બાથરૂમમાં ગયા હોય તે કપડાથી દહેરાસરમાં મોટેથી બોલીને દેવવંદન વગેરે કરી શકે ? સમાધાન— કપડા તત્કાલ અશુદ્ધિવાળા ન હોય તો કરી શકે. શંકા— ૧૯૪. કાળવેળાએ સ્તવન, સજ્ઝાય, થોય, ચૈત્યવંદન, નવસ્મરણ વગેરે કરી શકાય ?
સમાધાન– કરી શકાય. નવ સ્મરણમાં નવકાર ગણધરકૃત હોવાથી અને ઉવસગ્ગહરં પૂર્વધરકૃત હોવાથી ગોખાય નહિ. ગણધકૃત સૂત્રો અને પૂર્વધરરચિત ગ્રંથો કાળવેળાએ ન ગોખાયમોટેથી ન વંચાય એવી વર્તમાનમાં આચરણા છે.
તીર્થ સંબંધી શંકા-સમાધાન
શંકા- ૧૯૫. તીર્થ કોને કહેવાય ?
સમાધાન– જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ. આ અર્થ પ્રમાણે શ્રુત, સંઘ અને પ્રથમ ગણધર તીર્થ છે. શ્રુત કહો કે શાસ્ત્ર કહો તે બંને એક જ છે. ધર્મ સંસાર સમુદ્રથી તારે છે પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે(=શાસ્ત્રમાં કહ્યા મુજબ) થાય તો જ સંસાર-સમુદ્રથી તારે. માટે શ્રુત તીર્થ છે. આ શ્રુતની રચના ગણધર કરે છે. માટે પ્રથમ ગણધર પણ તીર્થ છે. શ્રુતનો આધાર સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. માટે ચતુર્વિધ સંઘ પણ તીર્થ છે. શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શ્રી ગૌતમસ્વામી વગેરે ગણધરોએ શ્રુતની(=શાસ્ત્રોની) રચના કરી. પછી એ શ્રુત ચતુર્વિધ સંઘને પ્રાપ્ત થયું. પછી એ શ્રુત પઠન-પાઠન આદિ દ્વારા ચતુર્વિધ સંઘને
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International