________________
શંકા-સમાધાન
૭૫ પરંપરાથી પ્રાપ્ત થતું રહ્યું. એથી આજે આપણને શ્રુત પ્રાપ્ત થયું છે. આના ઉપરથી એ પણ સમજી શકાય છે કે આજના કાળે શ્રુતનું સંરક્ષણ કરવું એ ચતુર્વિધ સંઘનું મુખ્ય કર્તવ્ય બની જાય છે.
બીજી રીતે તીર્થના સ્થાવર અને જંગમ એમ બે ભેદ છે. તેમાં જે તીર્થ એક જ સ્થળે સ્થિર રહે તે સ્થાવર તીર્થ છે. જેમ કે શત્રુંજય, ગિરનાર વગેરે સ્થાવર તીર્થ છે. જે તીર્થ એક સ્થળેથી બીજા સ્થળે જાય તે જંગમ તીર્થ. વિચરતા તીર્થકરો અને સાધુઓ જંગમ તીર્થ છે. સ્થાવર અને જંગમ બંનેય તીર્થો જીવોને સંસાર સમુદ્રથી તારે છે.
શંકા- ૧૯૬. કેટલાક તીર્થોમાં દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એ માટે પૂજાના ચડાવા નવ વાગ્યા પછી બોલાવે છે. તેથી લાઇનમાં બેસીને પૂજા કરવાવાળા આરાધકોને અગિયાર વાગ્યા પછી નંબર આવે છે. પરિણામે યાત્રિકો ગરમીમાં પરસેવાથી રેબઝેબ થઇ જતા હોય છે. તે અશુદ્ધિ ગભારામાં પણ ફેલાય છે. લાઇન વધતાં ઘુસણખોરી થાય તથા યાત્રિકોમાં આર્તધ્યાન થાય તેથી મહાતીર્થોમાં આઠ વાગ્યાની આસપાસ પૂજા થઇ જાય તો ચાલે કે કેમ ?
સમાધાન– દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એ શ્રાવકોનું અને ટ્રસ્ટીઓનું કર્તવ્ય છે. વર્તમાનકાળમાં ધર્મારાધનાના મુખ્ય આલંબન જિનમૂર્તિ અને જિનાગમ(શ્રુત) એ બે છે. જિનમંદિર વિના જિનમૂર્તિ ન હોય. જિનમંદિરના નિર્માણ માટે અને જીર્ણોદ્ધાર માટે સ્વદ્રવ્યદેવદ્રવ્ય અત્યંત ઉપયોગી બને છે. માટે દેવદ્રવ્યની હાનિ ન થાય તે રીતે સમયમાં ફેરફાર કરવામાં વાંધો નથી. પરસેવાના કારણે થતી અશુદ્ધિના નિવારણ માટે ગરમીના દિવસોમાં થોડો વહેલો સમય રાખે તો વાંધો નથી. ગરમીના દિવસોમાં સૂર્યોદય વહેલો થતો હોવાથી જેમને ચડાવો બોલીને પૂજાનો લાભ લેવો હોય, તે થોડા વહેલા પણ આવી શકે, લાઈનમાં ઊભા રહીને પૂજા કરવામાં લાભ જ છે. મોડું થવાથી આર્તધ્યાન થાય, એ તો પૂજકની જ ખામી ગણાય. સંસારમાં દૂધ કે રેશનીંગનું અનાજ લેવા વગેરેમાં ક્યાં લાઇનમાં ઊભા રહેવું પડતું નથી ? એમાં તો કર્મબંધ છે. જ્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org