________________
શંકા-સમાધાન
દેવવંદનમાં એ સ્તુતિ દાખલ કરી. આથી આ સિવાય અન્ય વખતે તે સ્તુતિ ન બોલવી જોઇએ. આમ છતાં કોઈ બોલે તો તેમાં દોષ નથી.
સિદ્ધાચલની સ્તુતિ સિદ્ધાચલ સમક્ષ બોલવાની હોવાથી દેરાસરમાં ન બોલાય તે વધારે યોગ્ય છે. જો કે સ્થાપનાજી સમક્ષ કરાતા દેવવંદનમાં પણ આ પ્રશ્ન આવે. આમ છતાં સ્થાપનાજીમાં અરિહંતનો આકાર નથી. જ્યારે દેરાસરમાં અરિહંતનો આકાર છે. એટલે સ્થાપનાજી સમક્ષ કરાતા દેવવંદનમાં સિદ્ધાચલની સ્તુતિ બોલાય તે યોગ્ય છે અને દેરાસરમાં જિનપ્રતિમાની સમક્ષ ન બોલાય તે પણ યોગ્ય છે. આમ છતાં કોઈ બોલે તો તેમાં કોઈ દોષ નથી.
શંકા- ૧૯૦. શારીરિક બીમારીના કારણે જે શ્રાવક-શ્રાવિકા જમીન ઉપર પલાઠી વાળીને બેસી શકે નહિ તે શ્રાવક-શ્રાવિકા દેરાસરમાં ખુરસી ઉપર બેસીને ચૈત્યવંદન વગેરે કરી શકે ? ઉપાશ્રયમાં ખુરસી ઉપર બેસીને સામાયિક કરી શકે ? ઘર વગેરે સ્થળે ખુરસી ઉપર બેસીને એકાસણું-આયંબિલ કરી શકે ?
સમાધાન– ઉપરના કારણોસર કરી શકે પણ પોતાની બેઠક ભગવાનની બેઠકથી નીચી હોવી જોઇએ. વ્યાખ્યાન પ્રતિક્રમણમાં પણ ગુરુની બેઠકથી પોતાની બેઠક નીચી હોવી જોઇએ.
શંકા- ૧૯૧. દેરાસરમાં ચૈત્યવંદન વગેરે મૂળનાયક તીર્થકરના ન બોલીએ અને બીજા તીર્થંકરના બોલીએ, આ તો રમણભાઈના ઘેર જઇને છગનભાઈના નામની બૂમો મારીએ તો બારણું કોણ ખોલે? તેના જેવું જ ન થાય શું ?
સમાધાન– રમણભાઈ-છગનભાઈનું દૃષ્ટાંત અહીં ઘટી ન શકે. કેમ કે રમણભાઈ છગનભાઈના સ્વભાવ વગેરે ભિન્ન છે. જ્યારે તીર્થંકરો વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણોની દૃષ્ટિએ સમાન છે. વળી રમણભાઇ-છગનભાઈ પાસે જનારનું કામ ભિન્ન-ભિન્ન હોય છે. જયારે તીર્થંકરોની સમક્ષ જનાર બધાનું કામ એક જ-મોક્ષ પામવાનું હોય છે. કોઈ પણ તીર્થકરની ભક્તિથી મોક્ષ મળી શકે છે. આમ મૂળનાયક સિવાય બીજા કોઈ પણ તીર્થકરના ચૈત્યવંદન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org