________________
શંકા-સમાધાન
ગુણોથી શોભિત, પંચાચારના પાલક, રાજા વગેરેના અદ્રોહી, આગમના અભ્યાસી, તત્ત્વજ્ઞાની, ભૂમિ તથા ગૃહવાસ્તુનાં લક્ષણો જાણનારા, દીક્ષાવિધિમાં નિષ્ણાત, સૂત્રપાત આદિના વિજ્ઞાનમાં નિપુણ, સર્વતોભદ્ર આદિ મંડલોની રચના કરનારા, અતુલ પ્રભાવી, અપ્રમાદી, પ્રિયભાષી, દીન-અનાથ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનારા, સરળ સ્વભાવી અને સર્વગુણ સંપન્ન હોવા જોઈએ.'
શ્રી વર્ધમાન સૂરિએ પ્રતિષ્ઠા કલ્પમાં નીચે પ્રમાણે કહ્યું છેઆચાર્યો, ઉપાધ્યાયો, જ્ઞાન ક્રિયાવાનું સાધુઓ, જેને બ્રાહ્મણો અને ક્ષુલ્લકો વડે અરિહંતની પ્રતિષ્ઠા કરાય છે. આ પાઠ પ્રમાણે સાધુઓ પણ અંજનશલાકા કરી શકે એમ જણાય છે. પણ આજે મુખ્યત્વે આચાયો અંજનશલાકા કરે એવી આચરણા છે.
શંકા- ૧૬૮. અંજન કર્યા વગરની લાંછનવાળી પ્રતિમાજી ઘરમાં કે દહેરાસરમાં રાખી શકાય ?
સમાધાન- રાખી શકાય પણ તેની પૂજા ન થાય. ખમાસમણા આપીને વંદન ન થાય. માત્ર બે હાથ જોડીને નમન થાય.
શંકા- ૧૬૯ લાંછનવાળી પ્રતિમાઓને કેટલા સમયની અંદર અંજન કરાવવું પડે ? આવી પ્રતિમાઓ રાખવાથી કોઈ દોષ ખરો?
સમાધાન- જેમ બને તેમ જલદી અંજન કરાવવું જોઈએ. આમ છતાં ઘણા વખત સુધી અંજન ન થાય તો પણ દોષ નથી. અંજન વગરની પ્રતિમા ઘરમાં કે દહેરાસરમાં રાખવામાં કોઈ દોષ નથી. આમ છતાં વગર કારણે અંજન વગરના પ્રતિમાજી ઘરમાં કે દહેરાસરમાં રાખવા ન જોઈએ. અંજન વિનાના પ્રતિમાજીને અઢાર અભિષેક કરીને એની વાસક્ષેપ પૂજા કરવાનો પ્રવાહ આજે વધતો જાય છે, પણ આ બરાબર નથી. આવા પ્રતિમાજી સમક્ષ માત્ર નમનનમસ્કાર જ કરાય.
શંકા- ૧૭૦. ઋષભદેવ ભગવંતની અંજનશલાકામાં સ્વપ્રપાઠકો વગેરેની વાતો અને પાઠશાળામાં મોકલવાની ક્રિયાઓ શું અનાગમોક્ત નથી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org